નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: ગુજરાતમાં ઘણા સમયથી ખેડૂતો સરકાર સામે કે વીજ કંપનીથી સંતુષ્ટ નથી. ખેડૂતો સરકાર પાસે નુકસાની માટે રજૂઆત કરે છે. બીજી બાજુ વીજ કંપનીઓ પણ આડેધડ ખેડૂતોને બિલ ફટકારી દે છે. ક્યાંક ખોટી રીતે વીજચોરી માટે દંડ ફટકારવાની ઘટનાઓ પણ સામે આવે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ ખેડૂતોએ (Farmers) વીજ કંપની સામે ખોટી રીતે વીજચોરીનો દંડ ફટકારવાના આરોપસર હલ્લ્બોલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના રામગઢ ગામના ખેડૂતોએ વીજ કંપની સામે બાંયો ચડાવી છે. રામગઢના ખેડૂતો સુરેન્દ્રનગરની PGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ કચેરી પર પહોંચી PGVCL દ્વારા 85 ખેડૂતો પર ખોટી રીતે વીજચોરી બદલ દંડ ફટકારવાની રજૂઆત કરી હતી. વધુમાં ખેડૂતોએ PGVCL ઇજનેર અધિક્ષકને ખોટી રીતે વીજચોરી માટે ફટકારવામાં આવેલા દંડને રદ કરવા માટે આવેદનપત્ર પણ આપ્યું હતું.
એક ખેડૂતે એમ પણ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વાડીએ પાણી જ નથી અને મોટર પણ શરૂ કરી નથી તો પણ 18000 જેટલી બિલ ફટકારવામાં આવ્યું છે. છેવટે હવે કનેક્શન રદ કરવા માટે પણ રજૂઆત કરી છે. ખેડૂતોએ એમ પણ કહ્યું કે, વીજવિભાગના કર્મચારીઓ ઓફિસમાં બેસી દંડની રકમ નક્કી કરે છે. વધુમાં ખેડૂતોએ એમ કહ્યું કે, 40થી 50 ખેડૂતોના કૂવામાં પાણી જ નથી. મોટરનો કોઈ પ્રકારનો વપરાશ જ નથી ત્યારે વીજ બિલ કેવી રીતે આવી શકે.
જો કે આ બાબતે ઇજનેર અધિક્ષકે જણાવ્યું કે, ખેડૂતોને કોઈ પ્રકારનો ખોટો દંડ આપવામાં આવ્યો નથી. PGVCLના નિયમોનુસાર શું વાવેતર છે તેમજ MIR ડેટા આધારિત વપરાશ થયેલી વીજળી મુજબ જ વીજ બિલ આપ્યું હોવાની વાત કરી હતી. ઈલેક્ટ્રીસિટી એક્ટ 126 હેઠળ જ ખેડૂતોને વીજબિલ આપવામાં આવેલા છે એમ પણ ઇજનેર અધિક્ષકે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ PGVCL દ્વારા ખેડૂતોને એક કરોડ જેટલો ગંડ ફટકારવામાં આવ્યો હતો. જેને લઈ ખેડૂતોએ PGVCLને ખોટી રીતે દંડ ફટકારવાની રજૂઆત કરી હતી. બાદમાં એક કરોડના દંડની રકમ ઘટાડી 26 લાખ કરવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796