નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વર્ષ 2006માં તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) વિરુદ્ધ 2002માં થયેલા કોમી રમખાણોમાં (2002 Gujarat Riots) ખોટા પુરાવા ઊભા કરવા બદલ તેમજ પુરાવાનો નાશ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ હવે આ ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટ (Gujarat High Court) પહોંચ્યા હતા. ત્યારે હાઈકોર્ટે ફરિયાદ રદ કરવા મામલે સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં માર્યા ગયેલા 28 મૃતકોના મૃતદેહ પંચમહાલ જીલ્લાના પાંડરવાડા ખાતે કબરોમાં દાટવામાં આવ્યા હતા. કબરોમાં દાટવામાં આવેલા 28 મૃતદેહોને 2005માં સામૂહિક રીતે ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ મીડિયા સમક્ષ ખુલ્લા મૂકીને મૃતદેહોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મૃતદેહોના પ્રદર્શન મામલે તે સમયે મોટો વિવાદ થયો હતો. મૃતદેહોને બહાર કાઢી તેનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવાના કેસમાં ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ IPCની કલમ 192, 193(ખોટા પુરાવા ઊભા કરવા), 201(પુરવાનો નાશ), 295-એ લોકોની ધાર્મિક લાગણી દુભાવી લોકોને ભડકાવવા તથા દ્ફનવિધિની જમીન પર ગેરકાયદે પ્રવેશ જેવી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મુંબઈની સોશિયલ જસ્ટિસ અને પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા સેતલવાડ સામે 2006માં નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. FIR રદ કરવાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, પ્રથમ દર્શનીય રીતે સેતલવાડને રાહત આપવાના સમર્થનમાં નથી. જો કે તિસ્તા વતી દલીલ કરી રહેલા વકીલે હાઈકોર્ટેને કહ્યું કે, તેઓ કોર્ટને સમજાવવાનો પ્રયાસ કરશે કે, સેતલવાડએ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી. કેસની FIRમાં પણ સેતલવાડ સામે કઈ સાબિત કરી શકાય તેવું નથી. તેમજ અરજદાર માત્ર રાજકીય શિકાર છે એમ પણ સેતલવાડના વકીલે કહ્યું હતું. જેના જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય શિકાર એ માત્ર ચીલાચાલુ શબ્દ છે. જેનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
2006માં પાંડરવાડા ખાતેથી 28 મૃતદેહોને કબરમાંથી બહાર કાઢી પ્રદર્શન કરવું, લોકોને ભડકાવવા તે કઈ નાની વાત નથી એમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. આ બાબતે દલીલ કરતાં સેતલવાડના વકીલે કોર્ટને કહ્યું કે, કબરમાં દફનાવવામાં આવેલા મૃતદેહોને કોઈ ધાર્મિક વિધિનું પાલન કર્યા વગર દફન કરાયા હતા. આ પ્રકારની દલીલ સામે કોર્ટે ટિપ્પણી કરી કે, આવા મરેલા ઘોડાઓને ક્યાં ખેંચવાની જરૂર છે? જો કે આ મામલો ત્યારે બહાર આવી શક્યો જ્યારે સેતલવાડના સાથી રહેમાન ખાન તેનાથી અલગ પડ્યા અને આરોપ લગાવ્યો કે તીસતા સેતલવાડે જ મૃતદેહોને કબરમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








