નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar drugs case: ગતરોજ સુરેન્દ્રનગર પોલીસે (Surendranagar Police) 176 ગ્રામ ડ્રગના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓનું કનેક્શન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) સાથે જોડાયેલા હોવાનું માનવમાં આવે છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર પોલીસે આજરોજ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આ મામલે આરોપીઓની પુછપરછ માટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગતરોજ સુરેન્દ્રનગર પોલીસે સુરેન્દ્રનગરમાંથી (Surendrangar) 3 વોન્ટેડ આરોપીઓને મેફેડ્રોન ડ્રગના (MD Drugs) જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાંના બે આરોપી રાજસ્થાન પોલીસ ચોપડે વોન્ટેડ તરીકે નોંધાયેલા છે જ્યારે એક આરોપી ગુજરાતના કચ્છના એક હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો છે. જે આરોપી રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો. ત્યારે ગતરોજ સુરેન્દ્રનગરના શિવસંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો કરી ત્રણેયને ડ્રગના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જે મામલે આજરોજ પોલીસે ત્રણેય આરોપી અક્ષય ડેલુ, વિષ્ણૂરામ કોકડ અને વિક્રમસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી.
મળતી વિગતો અનુસાર આજરોજ સુરેન્દ્રનગર કોર્ટે પોલીસની રિમાન્ડની માગણી ગ્રાહ્ય રાખતા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે ડ્રગ મામલે કેટલાક નવા ખુલાસા થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે ઝડપાયેલા આરોપીઓમાંના આરોપી અક્ષય ડેલુ અને વિષ્ણૂરામ કોકડ પર રાજસ્થાન પોલીસે રૂપિયા 25 હજારનું ઈનામ જાહેર કરેલું છે. જ્યારે આરોપી વિક્રમસિંહ જાડેજા કચ્છના વર્ષ 2017માં જખૌમાં થયેલી હત્યા કેસમાં આજીવન કેદની સજામાં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








