Friday, September 22, 2023
HomeNationalબ્રીજભૂષણની ધરપકડ મામલે મહિલા પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત, આપ્યું અલ્ટીમેટમ

બ્રીજભૂષણની ધરપકડ મામલે મહિલા પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત, આપ્યું અલ્ટીમેટમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભાજપ સાંસદ બ્રીજભૂષણ શરણ (Brij Bhushan Sharan Singh) વિરૂધ્ધ મહિલા પહેલવાનો કાર્યવાહીની માગણી કરી રહી છે. ત્યારે ગંગા નદીમાં મેડલ વહાવવા ગયેલા પહેલવાનોને ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) અને નરેશ ટિકૈતે (Naresh Tikait) અપીલ કરી મેડલ વહાવતા રોક્યા હતા. ત્યારે આજરોજ શુક્રવારે કુરુક્ષેત્રમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પંચાયતની બેઠકમાં રાકેશ ટિકૈતે મોટું એલાન કરતા કહ્યું હતું કે અમે નિર્ણય કરી લીધો છે કે સરકારે પહેલવાનોની ફરિયાદનું નિવારણ કરવું જોઈએ. સાથે જ બ્રીજભૂષણની ધરપકડ પણ કરવી જોઈએ. તેમની ધરપકડ મામલે અમે કોઈ સમાધાન નહીં કરીએ. જો તેવું નહીં થાય તો અમે 9 જૂનના રોજ પહેલવાનો સાથે દિલ્હીના જંતર-મંતર પર જઈશું. સાથે જ તેમણે જંતર-મંતર પર જવાની ચિમકી ઉચ્ચારતા સરકાર પર દબાણ લાવવા પ્રયાસ પણ કર્યો હતો.

મળતી વિગતો અનુસાર આજરોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ મહિલા પહેલવાનોના સમર્થનમાં આવ્યા છે. આજરોજ કુરૂક્ષેત્રમાં તેમણે મહાપંચાયત બોલાવી મહિલા પહેલવાનો પર યૌન શૌષણના આરોપ મામલે ચર્ચા કરી હતી અને કેટલાક નિર્ણય પણ કર્યા હતા. જેમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે ભાજપ સાંસદ બ્રીજ ભૂષણની ધરપકડ કરવામાં આવે જો તેવું નહીં થાય તો અમે દિલ્હીના જંતર-મંતર પર જઈશું. અને ત્યાં પણ બેસવાની મંજૂરી નહીં આપવામાં આવે તો અમે આંદોલન કરવાની જાહેરાત કરીશું. આમ ખેડૂત નેતાઓ પણ મહિલા પહેલવાનોના સમર્થનમાં આવતા હવે સરકાર પર બ્રીજભૂષણ શરણની ધરપકડ માટે વધું દબાણ સર્જાશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

- Advertisement -

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે યોજાયેલી મહાપંચાયતમાં ક્હયું હતું કે, જો આંદોલન કરી રહેલા ખેલાડીઓ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવામાં આવે. સાથે જ તેમણે 11 જૂનના રોજ શામલી ખાતે મહાપંચાયત યોજવાની પણ જાહેરાત કરી હતી. મહત્વની વાત છે કે આ પહેલા ગત ગુરૂવારના રોજ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના સોરમમાં ખાપ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાકેશ ટિકૈતા ક્હયું હતું કે ખાપ પંચાયતના સભ્યો બ્રીજભૂષણ શરણ વિરૂધ્ધ કાર્યવાહીની માગણીને લઈ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તેમણે ઉમેર્યું હતું કે લડાઈ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આંદોલનકારી પહેલવાનોને ન્યાન નહીં મળી જાય.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular