Friday, September 22, 2023
HomeGujaratSuratસુરતમાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા આવેશમાં આવેલા યુવકે અન્ય યુવકનું...

સુરતમાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા આવેશમાં આવેલા યુવકે અન્ય યુવકનું ઢીમ ઢાળી દીધું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) જેવી રીતે દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તે જોતાં હવે સુરત ડાયમંડ સિટી નહીં પણ ક્રાઈમ સીટી (Crime City) તરીકે ઓળખાય તો નવાઈ નહીં. અવાર-નવાર સુરતમાં મારમારી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે બે યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં વાત એટલાઈ આગળ વધી ગઈ કે એક યુવકે બીજા યુવકને ચાકૂના ઘા મારીને હત્યા (stabbed to death) કરી નાખી છે. ઘટનાને પગલે પોલીસ (Surat Police) પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

આ બનાવની વિગતો મુજબ, સુરતના સબાલતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા પાસે રાત્રે 10 વાગ્યાના સુમારે 21 વર્ષીય યુવાન ધનરાજ રીક્ષામાં બેઠો હતો. એટલામાં આસીફ નામનો યુવક ત્યાં આવી અહિયાં કેમ બેઠો છે, તેવુ કહેતા બંને વચ્ચે સામાન્ય બાબતને બોલાચાલી થઇ હતી. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનતા આસીફ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલું ચાકુ ધનરાજના પેટ અને જાંઘના ભાગે મારીને ભાગી ગયો હતો. ધનરાજને ગંભીર ઇજાઓ પહોંચતા બૂમાબૂમ કરી હતી, જે કારણોસર આસપાના લોકો પણ એકઠા થયા હતા. લોહીલુહાણ હાલતમાં નીચે પડેલા ધનરાજને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ સલાબતપુરા પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આજુબાજુ લોકોના નિવેદન નોંધી આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -

આ મામલે પોલીસે ધનરાજની હત્યાની જાણ પરિવારને કરતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જોવાનજોધ યુવાન મોત થતા પરિવારનુ હૈયાફાટરૂદન સામે આવ્યુ હતુ. તેમજ પરિવારે આરોપીને તાત્કાલિક ધોરણે પકડી કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસને અપીલ કરી છે.

આ અંગે સુરતના ACP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં આરોપી આસિફ અને મૃતક ધનરાજ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી ઉગ્ર બની જતાં આસિફે તેની પાસે રહેલા ચાકુ વડે ધનરાજ પર હુમલો કર્યો હતો, જેના કારણે ધનરાજનું મૃત્યુ થયું હતું.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular