Tuesday, May 26, 2026
HomeGujaratસુરેન્દ્રનગરઃ અકસ્માત થતાં દોઢ વર્ષની દીકરીને અપશુકનિયાળ માનીને માતા-પિતાએ જ પતાવી દીધી

સુરેન્દ્રનગરઃ અકસ્માત થતાં દોઢ વર્ષની દીકરીને અપશુકનિયાળ માનીને માતા-પિતાએ જ પતાવી દીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ Surendranagar Crime News : દીકરીને તો વ્હાલનો દરિયો માનવામાં આવે છે, પરંતું વિશ્વગુરૂ બનવા તરફ વધી રહેલા ભારત દેશમાં દીકરીઓને જન્મ આપ્યા બાદ નવજાતને ત્યજી દેવાના અને દીકરીઓને અપશુકનિયાળ માનીને હત્યા કરી દેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) શાપર ગામ (Shapar Village) પાસેથી પોલીસને (Surendranagar Police) એક નાની બાળકીનો મૃતદેહ મળી મળી આવ્યો હતો. જેની તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઈવે પાસે આવેલા શાપર ગામમાં નાળામાંથી બિનવારસી હાલતમાં અંદાજીત દોઢ વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ ચોટીલા પોલીસને કરવામાં આવતા બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવતા દોઢ વર્ષની બાળકીની કોણે હત્યા કરી હશે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે દીકરીના માતા-બાપને શોધી કાઢીને તેમની દીકરીની હત્યા અંગે પુછપરછ શરૂ કરી હતી. જોકે પોલીસના સવાલો સામે ઢળી પડતા બાળકીની હત્યા તેમણે જ કરી હોવાનું કબુલ્યું હતું.

- Advertisement -

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા મનસુખ જોગરાજીયાના લગ્નજીવન દરમિયાન 5 દીકરીઓ જન્મી હતી. મનસુખ અને પત્ની તેમની દોઢ વર્ષની દીકરી રૂહી સાથે બાઈક પર ખડગુંદા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર બાઈક સ્લિપ ખાઈ જતાં ત્રણેય જમીન પર પટકાયા હતા. દીકરી રૂહી અપશુકનિયાળ હોવાથી બાઈક સ્લિપ ખાઈ ગયું હોવાનું મનસુખે તેની પત્નીને કહીને ત્યાંજ બાળકીનું ગળુ દબાવી દીધું હતું. ત્યારબાદ બાળકીની લાશને શાપર ગામ પાસેના એક નાળામાં ફેંકીને નાસી છુટ્યા હતા.

હાલ પોલીસ દ્વારા આ બાળકીના માતા-પિતાની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહિયાં સવાલ એ છે કે, ક્યાં સુધી આવી રીતે અંદ્ધશ્રદ્ધાના કારણે બાળકીઓના ભોગ લેવાતા રહેશે. ગુજરાત અને કેન્દ્રની સંવેદનશીલ ભાજપ સરકાર ક્યારે આ બાળકીઓને ન્યાય અપાવવા માટે આગળ આવશે. હજુ સુધી આવા કિસ્સાઓમાં કોઈ નક્કર પગલાં સરકાર દ્વારા લેવાયા હોય તેવો કોઈ ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો નથી. લોકોમાં આવી અંદ્ધશ્રદ્ધાને દૂર કરવા અને આવી વાતોને પ્રોત્સાહન ન આપવા માટે સરકાર દ્વારા પગલાં લેવાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બાળકીએ આવી નિર્દયી રીતે જીવ ન ગુમાવવો પડે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular