Wednesday, April 22, 2026
HomeGujaratSurendranagarસુરેન્દ્રનગરમાં ચાલુ સ્કુલમાં વિજળી પડતાં એક વિદ્યાર્થીનું મોત

સુરેન્દ્રનગરમાં ચાલુ સ્કુલમાં વિજળી પડતાં એક વિદ્યાર્થીનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ Surendranagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદની સાથે અનેક જગ્યાઓ પર વિજળી પડવાની પણ ઘટના સામે આવી છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજળી પડવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ચાલુ સ્કુલે વિજળી (lightning) પડતાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ સ્કુલમાં વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

surendranagar Student died by lightning
surendranagar Student died by lightning

પ્રાપ્ત વિગત અનુસાક, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામે આવેલી એમ. બી. પટવારી વિદ્યાવિહારમાં અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે કડાકા-ભડાકા સાથે વીજળી પડી હતી. સ્કુલમાં વિજળી પડતાં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષીય મહંમદરીઝવાન ગુલામભાઈ મોસાણી બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી સ્કુલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

- Advertisement -

જ્યાં વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. બાળકનું કરૂણ મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યો હતો, સાથે જ ચાલુ સ્કુલે વિજળી પડવાથી વિદ્યાર્થીનું મૃત્યુ થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવની જાણ થતાં શાળાના આચાર્ય, પોલીસ સ્ટાફ, બજાણા સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. આ બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લા કટેલક્ટર કેયુર સંપત્ત દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને આર્થિક સવાયની જાહેરાત કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular