Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ઈસ્કોન અકસ્માત કેસમાં UKથી આવ્યો જેગુઆર કારનો રિપોર્ટ, મોટો ખુલાસો થયો

અમદાવાદ ઈસ્કોન અકસ્માત કેસમાં UKથી આવ્યો જેગુઆર કારનો રિપોર્ટ, મોટો ખુલાસો થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News : અમદાવાદના ઈસ્કોન અકસ્માત કેસમાં (Ahmedabad Iskcon Accident Case) રોજ-બરોજ નવી વિગતો સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક ચોંકાવારી વિગત સામે આવી છે. ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની (Tathya Patel) જેગુઆર કારે અકસ્માત (Jaguar Car Accident) સર્જયો હતો, તે કારનો UKથી જેગુઆર કંપનીનો રિપોર્ટ (Jaguar car Report) સામે આવ્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જોકે તથ્ય પટેલનો DNA પ્રોફાઈલ રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી શકે તેમ છે. જેમાં પણ અકસ્માત અંગે અનેક ખુલાસા થઈ શકે તેમ છે. જેગુઆર કંપનીના રિપોર્ટ બાદ તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થઈ થકે છે.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરનારા તથ્ય પટેલની જેગુઆર કારનો રિપોર્ટ આજે UKથી સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અકસ્માત સમયે ગાડીએ ટક્કર મારતા 0.5 સેકન્ડમાં લોકો પર જેગુઆર કાર ફરી વળી હતી, ઈસ્કોરન બ્રિજ પર તથ્ય પટેલની કાર 137થી વધુની સ્પીડમાં હતી અને અકસ્માત કર્યા બાદ 108kmની સ્પીડએ ગાડી લોક થઈ ગયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડી પર બ્રેક પર પગ જ મુક્યો ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. ઉપરાંત કંપનીએ જણાવ્યું છે કે, કારની લાઇટ 300 મીટર દૂર સુધી જાય છે અને કારની લાઇટ, એન્જિન અને બ્રેકમાં ખામી ન હતી.

- Advertisement -

બીજી તરફ ઈસ્કોન બ્રિજમાં અકસ્માત કરનારા તથ્ય પટેલે અગાઉ વધુ એક અકસ્માત કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ પર નવ લોકોને જે કારથી કચડી નાખ્યા હતા. તે જ કાર તથ્ય પટેલે અગાઉ શિલજ રોડ પર થાંભલા પર ચડાવી દીધી હતી. આ અકસ્માત સમયે તથ્યની કારમાં તેના મિત્રો પણ સવાર હતા. જેગુઆર કંપનીમાં નો- ક્લેમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગત સામે આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના કારણે પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular