Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરત: સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં જોખમી સ્ટંટ કરતો યુવાનનો વીડિયો...

સુરત: સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં જોખમી સ્ટંટ કરતો યુવાનનો વીડિયો થયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : સોશિયલ મીડિયા પર અવાર-નવાર યુવાનો જાહેર રસ્તાઓ પર જીવલેણ સ્ટંટ કરી રિલ્સ અને વીડિયો બનાવતા હોય છે. આમ આ યુવાનો પોતાની સાથે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમ મૂકતા હોય છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા હોય કે સુરત તમામ જગ્યાએ યુવાઓ ટ્રાફિક નિયમો ઘોળીને પી ગયા છે. ત્યારે સુરતમાંથી (Surat) વધુ એક વાર વાહન સાથે અખતરા કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જે બાદ પોલીસે આ યુવાનને કાયદાનું ભાન કરાવ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર બાઈક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો (Stunt Video) સામે આવતા સુરતની ઉમરા પોલીસે (Umra Police) બંને યુવાનોની અટકાયત કરી છે અને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

સુરતના અઠવાલાઈન્સ બ્રિજ પર યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન બાઈક પર સ્ટંટ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં યુવાન એક બોલિવૂડ ગીત પર પોતાની સ્પોટ્સ બાઈક પર બે હાથ છોડી બાઈક પર ઉભા રહી સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે. ત્યારે આ દરમિયાન તેની બાઈક પાછળ વધુ એક બાઈક આવતી નજરે પડે છે. સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવા જીવના જોખમે આ વીડિયો બનાવી યુવાનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અપલોડ કર્યો હતો. જે વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસ સક્રિય બની હતી. આ જોખમી સ્ટંટ કરતા યુવાનોની શોધખોળ હાથધરી હતી. જેમાં ઉમરા પોલીસે બાઈક પર સ્ટંટ ધીરજ વિક્રમ સિંહ ચૌંહાણ અને કિશોર ધનાકા નામના બંને યુવાનોની અટકાયત કરી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા બંને યુવાનોને અઠવાલાઈન્સ બ્રિજ પર લઈ જઈ ઘટનાનું રિકન્ટ્રકશન કર્યું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાધન રાત પડતા જ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લક્ઝૂરિયસ કાર અને મોઘીદાટ બાઈક લઈ રૌફ જમાવવા માટે નીકળી જતા હોય છે. તેમજ ઇન્સ્ટ્રાગામ રિલ્સના ચક્કરમાં હલકી પ્રિસિદ્ઘ મેળવવા માટે પોતાના જીવ તો જોખમ નાંખે છે પણ બીજાના જીવની પણ પરવાહ કરતા નથી. આ લોકોના જીવલેણ સ્ટંટ કારણે જ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે હાલ પોલીસે બંને યુવાનોની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular