Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં રોડ અકસ્માતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 18,287 વ્યક્તિના મૃત્યુ થયા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા

ગુજરાતમાં રોડ અકસ્માતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 18,287 વ્યક્તિના મૃત્યુ થયા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Ahmedabad ISKCON Bridge Accident) 09 લોકોએ જીવ ગુમાવ્યો હતો, આ ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સૌ કોઈ માગ કરી રહ્યા છે. પણ શું આપ જાણો છો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં (Gujarat) કેટલા લોકોએ રોડ અકસ્માતમાં (Road Accident) જીવ ગુમાવ્યો છે? આ આંકડો છે 18287. આજે કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એક પત્રકાર પરિષદ કરીને આ અંગે જાણકારી આપી હતી.

આજ રોજ રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરીષદને સંબોઘન કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં જે પ્રકારે બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માત થઈ રહ્યા છે. આ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે, તે સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય છે. જો NCRBના આંકડાની વાત કરવામાં આવે તો ગુજરાતનાં મહાનગરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં 18,287 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 5795, રાજકોટમાં 3934 અને વડોદરામાં 2097 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા જોઈને પ્રતીત થાય છે કે, રોડ સેફ્ટી એક્ટ 2018માં અમલમાં તો આવી ગયો પરંતુ તેનું સંપૂર્ણ પાલન કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવે પર અકસ્માતમાં 1991 મૃત્યુ થયા હતા. જ્યારે વર્ષ 2021 1971, વર્ષ 2020માં 1718 અને વર્ષ 2019માં 1824ના મૃત્યુ થયા છે. તેમજ રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે વર્ષ 2022માં અકસ્માતથી 62 મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા છે. ગુજરાતને સ્પીડ મેનેજમેન્ટની જરૂરિયાત છે, ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ વધવાઓ જોઈએ અને સ્પીડ કેમેરા લગાવીને ઓવરસ્પીડિંગ કરતાં લોકોને યોગ્ય સજા કે દંડ થાય તે પ્રકારની કામગીરી ગુજરાત સરકારે તત્કાલિકપણે કરવી જોઈએ.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular