નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાંથી (Surat) માત-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતા પોતાની બાળકીને રૂમ અંદર રમાડી રહ્યા હતા, તે દરમિયાન બાળકીને હવામાં ઉછાળતા દુર્ઘટના (Child incident) બની છે. જેમાં બાળકીને ચાલુ પંખાના પાંખિયા વાગી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઈ જવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મૃત્યુ થઈ જતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રહેતા મસુરદ્દીન શાહ નામના વ્યક્તિ બપોરે બે વાગ્યાના સુમારે પોતાની 3 વર્ષની બાળકી ઝોયા સાથે ઘરમાં રમી રહ્યા હતા. જે દરમિયાન મસુરદ્દીન શાહે ઝોયાને હાથમાં લઈ હવામાં ઉછાળતા બાળકી રૂમમાં ચાલી રહેલા પંખાના પાંખિયા સાથે અથડાઈ હતી. જેમાં બાળકીને માથાના ભાગે પંખાના પાંખિયા વાગી જતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકી બેભાન થઈ ઢળી પડી હતી. જેથી બાળકીના પિતા પણ ગભરાઈ ગયા હતા. બાળકીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. બાળકીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે કલ્પના પણ નહીં કરી હોય કે, બાળકીને રમાડતા રમાડતા તેમની એક ભૂલની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. બાળકીના મૃત્યુના પગલે પરિવારનું ભારે આક્રંદ સામે આવ્યુ હતું. બાળકીના આક્સ્મિક મૃત્યુથી સમ્રગ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.
Tag: Surat Latest News Today in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








