Friday, September 25, 2026
HomeGeneralમોરબી : ભત્રીજાઓની બબાલમાં સમાધાન કરવા વચ્ચે પડેલા કાકાનો ભોગ લેવાયો

મોરબી : ભત્રીજાઓની બબાલમાં સમાધાન કરવા વચ્ચે પડેલા કાકાનો ભોગ લેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીના (Morbi) માળીયા તાલુકાનાં (Maliya Taluka) ભાવપર ગામમાં એક પરિવારિક ઝગડામાં એક પરિવારજનનું જ મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. બે ભાઈઓ વચ્ચે ધંધામાં થયેલી ગેરસમજના કારણે ઝગડો (Clash) થયો હતો, જેમાં એક ભાઈએ બીજા ભાઈ ઉપર ધોકા વડે જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. તે દરમિયાન બંનેને છૂટા પાડવા માટે વચ્ચે પડેલા કાકાને માથાના ભાગે ધોકો વાગી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે (Morbi Police) તાત્કાલિક આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માળિયા તાલુકાના ભાવપર ગામમાં ગતરોજ રાત્રિના સમયમાં ધંધાની બાબતે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કાકાએ વચ્ચે પડી ઝઘડો કરવાની ના પાડતા ભત્રીજા અટક્યા ન હતા. બંને ભત્રીજાઓ વચ્ચે બોલચાલી બાદ ગાળાગાળી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાઈને એક ભત્રીજાએ બીજા ભત્રીજાને ધોકા મારવા જતા કાકા બટુકભાઈ નરસિંહ વચ્ચે પડ્યા હતા. જે દરમિયાન કાકા ભત્રીજાને બચાવવા જતા કાકાને માથાના ભાગે ધોકો વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કાકા જમીન પર ઢળી પડ્યા હતા. વુદ્ઘ કાકાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે ભત્રીજાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા સહિત પાંચ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

ભાઈ વચ્ચે ધંધામાં પૈસાને લઈ લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ગતરોજ મામલો વધારે ઉગ્ર બની જતા વાત મારામારી સુધી પહોંચી હતી જેમાં વુદ્ઘ કાકાનું મૃત્યુ થતાં બનાવે સમ્રગ પંથકમાં ચકચાર જગાવી છે.

TAG: Morbi Crime News Today, Morbi Update News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular