Wednesday, July 1, 2026
HomeGeneralસુરતથી પિતાએ દીકરીને વડોદરા ભણવા જવા ટ્રેનમાં બેસાડીઃ અહીં સિટી બસે કચડી...

સુરતથી પિતાએ દીકરીને વડોદરા ભણવા જવા ટ્રેનમાં બેસાડીઃ અહીં સિટી બસે કચડી નાખીઃ CCTV

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ સુરતના એ પિતાની હાલત હાલ વર્ણવી શકાય તેવી નથી કારણ કે જે દીકરીને તેમણે વડોદરા ભણવા માટે ઘરેથી ટ્રેનમાં બેસાડી હતી તે દીકરીને એક સીટીબસના ચાલકે ક્ષણ વારનો વિલંબ કર્યા વગર કચડી નાખી છે. જે દીકરીના જન્મ પછી પિતાએ સતત તેની પરવાહ કરી તે દીકરીને સીટીબસના ચાલકે બેફામ ચલાવી ચગદી નાખી છે. તે દીકરી જેના ભાવી અંગે સતત પિતા જીવનભર જજુમતા રહ્યા તે દીકરીને બેફામ બસ હાંકતા અને જોયા જાણ્યા વગર ચલાવતા વડોદરામાં સીટીબસના ચાલકે ચગદી નાખી છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીને જનમહેલના એન્ટ્રી ગેટ પાસે સીટીબસના ચાલકે અડફેટે ચઢાવી હતી. ઘાયલ વિદ્યાર્થિનીને જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.



આ મામલે વિદ્યાર્થિનીના પિતાના રણજિતસિંહ સોલંકીએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના મુજબ, તેમના પરિવારમાં દિકરો વિરેન્દ્રસિંહ અને નાની દીકરી શિવાની (ઉં. 24) અને સૌથી નાનો દિકરો સ્મિત છે. તેઓ સુરતના જુના કોસાડ રોડ પર આવેલી શિવાયનગર સોસાયટીમાં રહે છે. હીરા ઘસી તેઓ પરિવારનો નિર્વાહ ચલાવે છે. તેમની દીકરી શિવાની વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સાયન્સ, કેમેસ્ટ્રીમાં છેલ્લા વર્ષમાં ભણતી હતી. જોકે તે અહીં પરિવારથી દુર હોસ્ટેલમાં રહી પોતાનો અભ્યાસ કરતી હતી. ગઈ 4 માર્ચે શિવાની ઘરે આવી હતી અને પરિવાર સાથે સમય વિતાવી તે પાછી વડોદરા 8મી માર્ચે આવવા નિકળી હતી.



પિતાએ હર્ષભેર તેને ટ્રેનમાં બેસાડી અને તેઓ છૂટા પડ્યા. જોકે પિતાના ફોન પર આવેલા એક ફોને તેમના પગ તળેથી જમીન સરકાવી દીધી હતી. જે દીકરીથી હજુ હાલ તો તેઓ છૂટા પડ્યા હતા ત્યાં તે દીકરીના અકસ્માતની જાણ કરવા આ ફોન આવ્યો હતો. શિવાની ચાલતી જતી હતી ત્યારે પાછળથી આ બસના ચાલકે તેને અડફેટે લીધી હતી. અકસ્માતમાં શિવાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસતા તે મૃત હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ડ્રાઈવર આ અકસ્માત પછી ત્યાંથી છટકી ભાગી ગયો હતો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને ડ્રાઈવરને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આરોપીને હવે ખ્યાલ નથી ક્યારે સજા મળશે પરંતુ ક્ષણવારમાં આ ડ્રાઈવરની મુર્ખતાથી જુઓ વીડિયો કેવી રીતે એક પિતાએ પોતાની વ્હાલી દીકરી ગુમાવી…

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular