Thursday, April 23, 2026
HomeGujaratપ્રસંશનીય કામગીરી: સુરતમાં TRB જવાનોની સતર્કતા એ વાહન ચાલકનો જીવ બચ્યો

પ્રસંશનીય કામગીરી: સુરતમાં TRB જવાનોની સતર્કતા એ વાહન ચાલકનો જીવ બચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરત મહાનગરપાલિકાએ પ્રીમોનસુન કામગીરીમાં વેઠ ઉતારતા સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે, ત્યારે આટલું જ નહિ પણ પ્રીમોનસુન કામગીરી સાથે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા હોય ત્યાં નજીકના ગટરની કુંડીઓ પર ઢાંકણ મૂકવા સાથે સાવચેતીના ભાગરૂપે કામગીરી કરવાની થાય છે. ત્યારે હમેશાં એન કેન પ્રકારે મહાનગરપાલિકાની લાપરવાહીને કારણે જીવલેણ અકસ્માત થવાની ઘટનાઓ બનતી આવી છે ત્યારે ગુરુવારે પણ આવી જ એક જીવલેણ ઘટના TRB જવાનોની સતર્કતાએ બનતી રોકી લીધી હતી.

આજ રોજ બપોરના સમયે સુરત શહેરમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા TRB જવાન રિયાઝ ગગજી અને  કેયુર ચંપકભાઈ કવાસ પાટિયા પાસે ફરજ પર હતા, ત્યારે ભારે વરસાદના કારણે રીજીયન-૪ કવાસ પાટીયા પોઇન્ટ પર ગટરનું ઢાંકણુ અંદર ધસી ગયેલું હતું તે દરમિયાન એક વાહન ઢાંકણ ઉપરથી પસાર થતા એવેન્જર બાઈક ચાલક વાહન સાથે ગટરમાં પડી ગયો હતો. આમ ગટરનું ઢાંકણ ન હોવાથી ગાડી સાથે ચાલક પણ ગટરમાં પડેલો જોતા નજીકમાં પોઇન્ટ પર હાજર TRB રિયાઝ અને કેયુર દોડીને મોટર સાયકલ ચાલકને ગાડી સાથે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

- Advertisement -

TRB જવાનો ની સતર્કતા થી વાહન ચાલકનો જીવ બચ્યો હોય આ અકસ્માત બાદ ફરી બીજો અકસ્માત ન સર્જાઈ તે માટે તેમણે બુદ્ધિ મતા દાખવી ખુલ્લી ગટર પર બાંબુ લગાવી દીધું જેના કારણે લોકોને ખબર પડે કે અહીંયા મોટો ખાડો પડ્યો છે જેથી કોઈ વાહનનો અકસ્માત ન થાય તેની તકેદારી રાખી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular