Friday, April 17, 2026
HomeGeneralસુરતમાં ત્રણ ચોરોએ બે ATM તોડ્યા, ધરપકડ બાદ જે કારણ આપ્યું તે...

સુરતમાં ત્રણ ચોરોએ બે ATM તોડ્યા, ધરપકડ બાદ જે કારણ આપ્યું તે ચોંકાવનારું

- Advertisement -

નવજીવન. સુરત: ગુજરાતમાં ચોરીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે જેમાં ચોરો અવનવા તિકડમ લગાવી ચોરી કરવાની પદ્ધતિઓ અપનવતા હોય છે અને પકડાઈ ગયા પછી ચોરી કરવાના કારણો પણ કેટલીક વાર રમુજ આપતા હોય છે. સુરતના પાંડેસરામાં પણ આવી જ કંઈક ઘટના બની છે. કેટલાક ચોરોએ ATMમાં તોડફોડ કરી અને જ્યારે પોલીસે તેમને પકડ્યા તો જવાબ આપ્યો કે ATMમાંથી પૈસા ન નીકળ્યા એટલે તોડફોડ કરી.

પાંડેસરા વિસ્તારમાં રાત્રીના સમયે ICICI બેંક અને એક્સિસ બેંકનું ATM તોડવાનો ત્રણ ચોરોએ પ્રયત્ન કર્યો હતો. પહેલા ICICI બેંકના ATMમાં ગયા અને સીસીટીવી કેમેરા તોડીને ATM મશીન તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થતા તેમણે આગળ આવેલા એક્સિસ બેંકના ATMમાં ગયા અને ત્યાં પણ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. આ વાતની જાણ ATM મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટના કર્મચારીને થતા તેમણે બંને ATMમાં તોડફોડની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -



ત્યાર બાદ ગણતરીના સમયમાં સુરત પોલીસે કુલદીપ મિશ્રા, આકાશ શ્રીવાસ્તવ અને અનુરાગ મિશ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે અમે સવારે ફરવા નીકળ્યા ત્યારે ICICI બેંકના ATMમાં પૈસા ઉપાડવા ગયા હતા પરંતુ પૈસા ન નીકળતા અમે અકળાયા હતા અને બંને ATM તોડી નાખ્યા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular