Tuesday, March 17, 2026
HomeGeneralગુજરાતમાં આજે નોંધાયા 1259 કેસ, અમદાવાદમાં નોંધાયા 631 કેસ, એક જ દિવસમાં...

ગુજરાતમાં આજે નોંધાયા 1259 કેસ, અમદાવાદમાં નોંધાયા 631 કેસ, એક જ દિવસમાં 4.94 લાખ કિશોરોને અપાઈ વેક્સિન

- Advertisement -

નવજીવન.ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં સતત વધારો આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાતમાં 1259 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરીએન્ટના કેસમાં પણ વધારો આવી રહ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટના આજે નવા 17 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે નોંધાયેલા કેસમાં પણ અમદાવાદ મોખરે રહ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 631 કેસ નોંધાયા છે. બીજી બાજુ આજે 15થી 18 વર્ષની વયના કિશોરોને વેક્સિન આપવાનું શરુ કરવામાં આવ્યું છે જેમાં એક જ દિવસમાં 4.94 લાખ કિશોરોએ વેક્સિન લીધી છે.



ગુજરાતમાં આજે કુલ 1259 કસ નોંધાયા જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 631 કેસ નોંધાયા અને ત્યાર બાદ બીજા નંબરે સુરત કોર્પોરેશનમાં 213 કેસ નોંધાયા હતા અને ત્રીજા નંબરે વડોદરા કોર્પોરેશનમાં 68 કેસ નોંધાયા હતા. આજે ગુજરાતમાં કોરોનાના કરણ ત્રણ મૃત્યુ થાય હતા. જેમાં બે જામનગર કોર્પોરેશનમાં અને એક નવસારીમાં મૃત્યુ થયું હતું. ગુજરાતમાં નોંધાયેલા કેસની સામે આજે ગુજરાતમાંથી 151 દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું હતું. ઓમિક્રોન વેરીએન્ટના નવા કેસના આજે 17 નોંધાયા હતા, જેમાં 7 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે આજે 15થી 18 વર્ષની વયના વ્યક્તિઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાતમાં પ્રથમ દિવસે જ 4,94,317 15થી 18 વર્ષની વયના વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જ્યારે 2,52,68 પુખ્ત વયના વ્યક્તિઓને આજે રસી આપવામાં આવી હતી.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular