Thursday, April 23, 2026
HomeGeneralઈશુદાન પોલીસ સામે હાજર થયા, પોણા કલાકમાં જામીન પર છૂટ્યા

ઈશુદાન પોલીસ સામે હાજર થયા, પોણા કલાકમાં જામીન પર છૂટ્યા

- Advertisement -

નવજીવન.ગાંધીનગરઃ ભાજપના ગાંધીનગર ખાતેના પ્રદેશ કાર્યાલય પર હેડ ક્લાર્કના પેપર લીક મુદ્દે થોડા દિવસ પહેલા આપ (આમ આદમી પાર્ટી) દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં તેમના પર લાઠી ચાર્ચ પછી ભાજપના એક મહિલા કાર્યકરે આક્ષેપ મુક્યો હતો કે ઈશુદાને નશાની હાલતમાં તેમની સાથે છેડતી કરી છે. બાદમાં ઈશુદાનનો રિપોર્ટ કરવામાં આવ્યો જે રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરની ઈન્ફોસીટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે મામલે આજે ઈશુદાન ગઢવી પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે તે પછી તેમની ધરપકડ કરી અને બાદમાં તેમને પોણા કલાક પછી જામીન પર મુક્ત કરાયા હતા.



આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, ઈશુદાન પર ભાજપ દ્વારા દારુ પીવાનો ખોટો કેસ કરવામાં આવ્યો છે. ઈશુદાને કહ્યું કે, મેં જીંદગીમાં દારુ પીધો નથી. 12 દિવસ પછી ભાજપવાળાએ ખોટું બોગસ સર્ટિફિકેટ બનાવીને ઈશુદાને દારુ પીધો છે તેવું જુઠ ચલાવ્યું. ઈશુદાન પોતે નિર્દોષ છે એટલે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને સામે ચાલીને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ગાંધીનગર પોલીસે 4.14 વાગ્યે ધરપકડ કરી અને 4.30 વાગ્યે જામીન પર છૂટા કરી દીધા છે. હું પુછું છું કે જો ભાજપવાળાના કહેવા પ્રમાણે દારુ પીધાનો FSLનો રિપોર્ટ સાચો જ હોય તો પછી પોલીસે ઈશુદાનને જવા કેમ દીધા? અને ખાસ તો ઈશુદાન દારુ ક્યાંથી લાવ્યા? કેટલા રૂપિયામાં લાવ્યા? ક્યાં અને કોની પાસે બેસીને પીધું? ખાલી બોટલ ક્યાં ફેંકી? આ બધા સવાલોની તપાસ ગાંધીનગર પોલીસે કેમ ન કરી? આમ ભાજપીઓનું જુઠ આજે જાહેર થઈ ગયું છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular