નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતની વિવિધ યુનિવર્સિટી પરિક્ષા દરમિયાન ચોરીની કે પછી નાની-મોટી ગેરરીતીઓ અનેક વાર પ્રકાશમાં આવી છે. પરંતું સુરતની (Surat) વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) પરિક્ષા દરમિયાન એવી ઘટનાઓ સામે આવી કે પરિક્ષાનું પેપર તપાસનારા શિક્ષકો પણ ચોંકી ગયા. કેટલાક વિદ્યાર્થીઓએ પરિક્ષામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તો કેટલાક વિદ્યાર્થીઓએ કામસુત્રની વાર્તાઓ પણ લખી નાખી હતી. આ વાતની યુનિવર્સિટીએ ગંભીર નોંધ લઈને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેની ચાર સંલગ્ન કોલેજોમાંથી બી. એ. અને બી. કોમના 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રકારની કડક કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કે, એક વિદ્યાર્થીએ પિરક્ષામાં કામસુત્રની વાર્તા લખી નાખી હતી. સાથે જ અન્ય વિદ્યાર્થીએ મિત્રની પ્રેમ કહાની લખી હતી. તો કેટલાક વિદ્યાર્થીએ આચાર્યો અને પ્રોફેસરોના નામ લખીને ગાળો લખી નાખી હતી. ઓક્ટોબર મહિનામાં લેવાયેલી આ પરીક્ષાની ઉત્તરવહીઓ ચકાસણી થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની આગેવાની હેઠળ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીને રિપોર્ટ મોકવામાં આવ્યો હતો.
જે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું, તે વિદ્યાર્થીનું હિયરિંગ કરવામાં આવ્યું હતું અને ઓડિયો અને વીડિયો દ્વારા નિવેદન નોંધવામાં આવ્યા હતા. સાથે જ જેતે વિષયમાં શૂન્ય માર્ક સાથે રૂપિયા 500નો દંડ કરવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ લેખિતમાં માફી માગી હતી. આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે માટે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહીમાં અભદ્ર લખાણના કિસ્સા વારંવાર સામે આવે છે. જે દર્શાવે થે કે વિદ્યાર્થીનું માનસીક સંતુલન યોગ્ય નથી. જેથી ભવિષ્યમાં આવા કિસ્સા આવે ત્યારે તે વિદ્યાર્થીને રૂપિયા 1000નો દંડ કરવામાં આવશે, સાથે જ આવા વિદ્યાર્થીએ માનસીક રોગના નિષ્ણાંત પાસેથી માનસિક ફીટનેશનું સર્ટીફિકેટ મેળવીને કોલેજમાં જમા કરાવાનું રહેશે, ત્યારબાદ જ પરીક્ષાનું ફોર્મ ભરવા દેવા મંજુરી આપશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796