Monday, February 17, 2025
HomeGujaratAhmedabadનવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં યોજાશે ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’, નવજીવન ટ્રસ્ટ અને સૃષ્ટિ...

નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં યોજાશે ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’, નવજીવન ટ્રસ્ટ અને સૃષ્ટિ ઇનોવેશનનો સંયુક્ત ઉપક્રમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજના સમયમાં કેમિકલ વગરનું શાકભાજી મેળવવું ઘણું અઘરું છે. દરેક શાકભાજી અને ફળની ખેતીમાં હવે કેમિકલનો ઉપયોગ થવા લાગ્યો છે. જેની લાંબા ગાળે લોકોના સ્વસ્થ્ય પર અસર થઈ શકે છે. જેથી આ કેમિકલયુક્ત શાકભાજી અને ફળોથી બચવા માટે પ્રકૃતિક ખેતી આધારિત પકવેલા શાકભાજી અને ફળોનું સેવન કરવું હિતાવહ છે. આ માટે હવે અમદાવાદમાં (Ahmedabad) આવેલા નવજીવન ટ્રસ્ટ (Navajivan Trust) અને સૃષ્ટિ ઇનોવેશન (SRISTI Innovations) દ્વારા ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં લોકોને પ્રકૃતિક રીતે પકવેલા શાકભાજી અને ફળો મળી શકે અને લોકોનું સ્વસ્થ્ય તંદુરત રહી શકે.

Navajivan Trust
Navajivan Trust

આવતી કાલે 3 ડિસેમ્બરથી દર રવિવારે સવારે 7 થી 10 વાગ્યા સુધી નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં યોજાશે ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’. ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’માં ખેડૂતોએ પ્રકૃતિક રીતે પકવેલા શાકભાજી, ફળ, અનાજ-કઠોળ અને અસલા લોકોને મળી શકશે. આ નવજીવન ટ્રસ્ટ અને સૃષ્ટિ ઇનોવેશનનો સંયુક્ત ઉપક્રમ છે.

- Advertisement -

મહાત્મા ગાંધીજી સ્થાપિત સો વર્ષ જૂની સંસ્થા નવજીવન ટ્રસ્ટ મુખ્યત્વે પુસ્તકોનાં પ્રકાશન માટે જાણીતી છે. મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ વર્ષ ૨૦૧૫થી પુસ્તક-પ્રકાશનની સાથોસાથ એવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી જેમાં સાહિત્ય અને કળાને પ્રોત્સાહન મળી શકે. સત્ય આર્ટ ગેલેરી, કર્મ કાફે, સ્વત્વ, રંગજ્યોત ડિપાર્ટમેન્ટ, નવજીવન જર્નાલિઝમ કોલેજ, ધ ક્રિએટિવ સ્કૂલ ઓફ નવજીવન અને નવજીવન ટૉક્સ આ બધી પ્રવૃત્તિઓની સાથોસાથ હવે પ્રાકૃતિક ખેડૂત હાટ પણ શરૂ કરવામાં આવશે.

મહાત્મા ગાંધીજી ખેડૂત અને મજૂરના પક્ષમાં હતા, તેઓના ઉત્થાન માટે તેઓ સક્રિય હતા. તેઓ નેચરલ ફાર્મિંગમાં શ્રદ્ધા દાખવતા હતા. ગાંધીજી એવું દૃઢપણે માનતા કે ખેડૂત અને મૂલ્ય ચૂકવનારની વચ્ચે સીધો સંબંધ હોવો જોઈએ. હવેથી દર રવિવારે નવજીવન ટ્રસ્ટના કેમ્પસમાં આ ખેડૂતમિત્રો પોતાના ખેતરમાં પ્રાકૃતિક શૈલીથી ખેતી કરીને ઉગાડેલાં લીલાં શાકભાજી, તાજાં ફળો, અનાજ-કઠોળ અને મસાલા લાવશે અને વેચશે. આ હાટમાં જે કંઈ વેચાણ થાય એની સીધી રકમ ખેડૂતમિત્રોના ખિસ્સામાં જશે, વચ્ચે કોઈ વચેટિયા કે માધ્યમનો કોઈ રીતે હસ્તક્ષેપ નહીં હોય. જો આપણે પણ પ્રકૃતિક રીતે પકવેલા અને ખેડૂતોની હાટમાં નેચરલ ફાર્મિંગથી ઉછેર્યા હોય એવાં શાકભાજી, ફળ, અનાજ-કઠોળ અને મસાલા ખરીદવાની ઈચ્છા હોય તો એક વાર મુલાકાત તો અવશ્ય લો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular