નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: BRICS પાંચ દેશોનું સંમેલન છે. જેમાં B-બ્રાઝીલ, R-રશિયા, I-ઈન્ડિયા, C-ચીન તથા S-સાઉથ આફ્રીકાનો સમાવેશ થાય છે. વર્ષ-2006માં સૌપ્રથમ વાર BRIC દેશો મળ્યા હતા. જેમાં સંમેલનમાં ચાર દેશોએ ભાગ લીધો હતો. ત્યારબાદ BRIC શિખર સ્તરીય બેઠક 2009માં રશિયામાં યોજાઈ હતી. 2010માં સાઉથ આફ્રિકા BRICમાં જોડાતા BRICમાંથી BRICS નામકરણ થયું હતું.
BRICS સમાવેશ પામેલા પાંચેય દેશો વિશ્વની ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓ છે. વિશ્વના કુલ જીડીપીમાં 31 ટકા જેટલો હિસ્સો આ પાંચ દેશોનો છે. વિશ્વની 40 ટકા કરતાં વધુ વસ્તી આ પાંચ દેશોમાં રહે છે. ભારત BRICSનું સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવા ઉમેરાયેલા છ દેશોના વિસ્તરણને લઈ સમર્થન આપ્યું છે અને આનંદ વ્યક્ત કર્યો છે તથા અવકાશ તથા અન્ય ક્ષેત્રોમાં એકબીજાને સહભાગી થઈ આગળ વધવા અનુરોધ કર્યો હતો. મહત્ત્વનું છે કે, BRICSમાં નવા ઉમેરાયેલા છ સભ્ય દેશો જાન્યુઆરી 2024થી કાયમી સભ્ય તરીકે જોડાશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








