Thursday, June 4, 2026
HomeGeneralસુરત: પિતાની નજરની સામે દીકરી "કાળ" બનીને આવેલા ટ્રકના ટાયર નીચે આવી...

સુરત: પિતાની નજરની સામે દીકરી “કાળ” બનીને આવેલા ટ્રકના ટાયર નીચે આવી ગઈ, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: રાજ્યમાં બેદરકારીથી વાહન ચલાવવાના કારણે રોજ-બરોજ અનેક રાહદારીનો ભોગ લેવાતો હોય છે, ત્યારે સુરતમાં પણ એક અકસ્માત સર્જાયો છે જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. “કાળ” બનીને આવેલા ટ્રકની અડફેટે એક્ટિવા પર જતાં પિતા-પુત્રી આવ્યા હતા. જો કે ટ્રકની સ્પીડ વધુ હોવાના કારણે પિતા-પુત્રી ટક્કરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં પિતાની નજર સામે જ પુત્રી ટ્રકના ટાયરો નીચે આવી ગઈ હતી.



માહિતી અનુસાર, ગત 13 જૂન સોમવારના રોજ સુરતના વાંસકૂઈ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા લઈને જઇ રહેલા પિતા-પુત્રી પેટ્રોલ પુરવવા માટે ટર્ન લેતા હતા તે સમયે ટ્રકની ટક્કરથી અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે પિતા 10 ફૂટ જેટલા ફંગોળાઈ ગયા હતા, જ્યારે પુત્રી 20 ફૂટ જેટલી ટ્રક સાથે ઢસડાઈ હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુત્રીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક સ્નેહલતાબેન ચૌધરી વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતા હતા અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, ઉપરાંત PHD કરી રહ્યા હતા. પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular