Thursday, October 1, 2026
HomeGeneralલગ્નના 3 દિવસે દુલ્હન દાગીના લઈને ફરાર થતાં ઉનાના યુવકે આઘાતમાં જીવન...

લગ્નના 3 દિવસે દુલ્હન દાગીના લઈને ફરાર થતાં ઉનાના યુવકે આઘાતમાં જીવન ટુંકાવ્યું, સુરત પોલીસે 4 વર્ષે ઝડપી

- Advertisement -

નવજીવન ન્યુઝ. સુરતઃ ગુજરાતમાં લુંટેરી દુલ્હનના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવેલા છે. ત્યારે આજે લુંટેરી દુલ્હનનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઉનામાં લગ્નના ત્રીજા દિવસે જ દુલ્હન દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ છે. જો કે આ ઘટનાની જાણ દુલ્હાને થતાં આઘાતમાં આવીને તેણે આત્મહત્યા કરી હતી. લુટેરી દુલ્હન ફરાર થઈ જતા સુરત પોલીસે વોન્ટેડ જાહેર કરી હતી.



માહિતી અનુસાર, ઉનાનાના એક યુવકના લગ્નના વર્ષ 2019માં થયા હતા. લગ્નના ત્રીજા દિવસે દુલ્હન દાગીના લઈને ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો. આ બાબતે પોલીસે દુલ્હન વોન્ટેડ જાહેર કરી હતી. જો કે આ મહિલા સુરતમાં જ હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરીને હસીના ઉર્ફે માયાની સિંધીવાડ ખાતેથી ધરપકડ કરી હતી. હસીના ઉર્ફે માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળી 2019માં ગીર સોમનાથના ઉનાના ગરાળના પિતા-પુત્ર ભાણાભાઈ અમરાભાઈ પુરાણી અને જીતુભાઈ સાથે મળી કાવતરું રચી ઉનાના આમોદ્રા ગામના યુવાનને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. ઉપરાંત યુવક પાસેથી રૂ.1.52 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા.

લગ્નના થયાના ત્રીજા જ દિવસે પ્લાન મુજબ દુલ્હન દાગીના સાથે ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે આ બાબતની જાણ ભાણાભાઈ અને તેમના પુત્ર જીતુને કરી હતી. દુલ્હન ફરાર થઈ જતા લોકો મ્હેણાં-ટોણાં મારતા યુવાન આઘાતમાં આવી જતા તેને ઘરે જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. યુવાનએ આત્મહત્યા કરી લેતા ઉના પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં પિતા-પુત્રની ધરપકડ અગાઉ કરી લીધી હતી. જ્યારે હસીના અને તેની બહેન છેલ્લા કેટલાક સમયથી ફરાર થઈ ગયા ગતા. પોલીસથી બચવા હસીનાએ ઘણા પ્રયત્ન કર્યા સતત ઘર પણ બદલયા પણ આખરે પોલીસ પકડમાં આવી ગઈ. મહિલાને ઉના પોલીસના હવાલે કરવામાંની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular