Monday, February 17, 2025
HomeGujaratSuratહત્યા અને લૂંટ કેસમાં ઘૂંટાયેલા રહસ્યનો ભેદ ઉકેલાયો, પ્રેમી સાથે પત્નીએ જ...

હત્યા અને લૂંટ કેસમાં ઘૂંટાયેલા રહસ્યનો ભેદ ઉકેલાયો, પ્રેમી સાથે પત્નીએ જ પતિની કરાવી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat school clerk murder case: સુરતમાં પલસાણા તાલુકાના એના ગામે (Ena Village) લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવી હતી. શિવાલિક બંગલોઝમાં થયેલી રાકેશ નાયકની હત્યા મામલે પોલીસે (Surat Police) તપાસ કરતાં ચેંકાવનારો ઘટસ્ફોટ થયો છે. લૂંટનું (Loot) તરકટ રચી પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરવાનો ચોંકાવનારો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બે દિવસ અગાઉ સુરત જીલ્લાના પલસાણા તાલુકામાં આવેલા એના ગામ ખાતે સિવાલિક બંગલોઝમાં કેળવણી મંડળ સંચાલિત સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ નાયક નામના વ્યક્તિની હત્યા થઈ હતી. જો કે પ્રથમ દૃષ્ટિએ આ ઘટના લૂંટ કરવાના ઈરાદે થઈ હોય તેવી વાત સામે આવી હતી. કારણ કે, મૃતકના ઘરમાંથી સોનાના દાગીના પણ ગાયબ થઈ ગયા હતા.

- Advertisement -

મૃતક રાકેશ નાયકની હત્યા મામલે તપાસ કરતાં રૂરલ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકની પત્ની શ્વેતાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, રાતના સમયે પરિવાર સૂઈ ગયો હતો ત્યારે ચોરોએ ઘરની બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને દાગીના લૂંટીને તેના પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસને આપેલા નિવેદનમાં શ્વેતાની વાત શંકા ઉપજાવે તેવી હોવાથી પોલીસે શ્વેતાની ઉલટ તપાસ આદરી હતી અને અંતે પોલીસની ઉલટ તપાસમાં મૃતકની પત્ની શ્વેતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાની વાત કબૂલી હતી.

આરોપી શ્વેતા તેના પ્રેમી વિમલ કહાર સાથે એક જ ઓફિસમાં કામ કરતી હતી. વિમલ અને શ્વેતા વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. પણ મૃતક રાકેશ તેમના વચ્ચે અવરોધરૂપ હોવાથી શ્વેતાએ જ પ્રેમી વિમલ સાથે મળીને લૂંટ કરવાનું નાટક રચી રાકેશનું ગળું દબાવી હત્યા કરી હતી. આરોપી શ્વેતાએ જ રાકેશને ઘેનની ગોળી આપી હતી અને મોડી રાતે ફોન કરી તેના પ્રેમી વિમલને બોલાવ્યો હતો અને કોઈને શંકા ન જાય તે માટે દાગીનાની લૂંટ થઈ હોવાની વાત કરી હતી. પોલીસે આરોપી શ્વેતા અને વિમલ કહાર સામે હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular