નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: આમ તો ગાંધીનું ગુજરાત કાગળ પર દારૂબંધી ધરાવે છે. કાયદેસર રીતે દારૂબંધી ધરાવતા રાજ્યોમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે, પણ રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો પાસેથી પકડવામાં આવે છે. પણ જ્યારે એક બાજુ પોલીસ દારૂ પકડે અને બીજી બાજુ પોલીસ દ્વારા જ દારૂની હેરાફેરી થાય, ત્યારે પોલીસની કામગીરી પર સવાલ થાય છે અને તે પણ પોલીસ લાઈનમાં. ત્યારે પાટડી પોલીસ સ્ટેશનમાં (Patdi Police Station) નાશ કરવા માટે રાખવામા આવેલા દારૂની હેરાફેરી (Liquor smuggling) બજાણા પોલીસ દ્વારા પકડી પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં પોલીસે સર્ચ દરમિયાન જે દારૂ પકડવામાં આવ્યો હતો તેને પાટડી પોલીસ સ્ટેશનની લાઈનમાં રાખવામા આવ્યો હતો. પોલીસ દ્વારા પકડવામાં આવેલો દારૂનો જથ્થો અમુક પ્રકારની કાર્યવાહી કર્યા બાદ નાશ કરવાનો હોય છે. પાટડી પોલીસ લાઇનમાં પણ દારૂનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તેનો નાશ કરવાની તૈયારી થઈ રહી હતી, ત્યારે પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી મળતા બજાણા પોલીસે ત્રણ પોલીસકર્મીઓને દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપી લીધા હતા. દારૂની હેરાફેરીમાં GRD જવાન પણ સામેલ હતો.
પાટડી પોલીસ લાઈનમાં રાખવામા આવેલા ઈંગ્લિશ દારૂની 606 બોટલો, ડમ્પર તથા કાર સહિત 1.88 લાખ જેટલી રકમનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ લાઈનમાં થઈ રહેલી હેરાફેરી મામલે બજાણા PSI દ્વારા ત્રણ પોલીસકર્મી અને GRD જવાન સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796