નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) પાંચ મહિના પહેલા પહેલા રેપ વીથ મર્ડર કેસમાં આજે સુરત પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. પાંચ મહિના અગાઉ સુરતમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં સુરતની કોર્ટે (Surat Court) અગાઉ આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. કોર્ટે પાંચ જ મહિનામાં આરોપીને સજા આપતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.
સુરતના સચિન વિસ્તારના કપલેથા ગામમાં રહેતી બે વર્ષની બાળકીના પાડોશમાં જ રહેતો ઈસ્માઈલ અવાર-નાવર બાળકીના ઘરે આવતો જતો હતો. રોજબરોજની જેમ 27 ફેબ્રુઆરી સાંજે બાળકીને રમાવડવા માટે ઈસ્માઈલ બાળકીને લઈ ગયો હતો. લાંબા સમય સુધી ઈસ્માઈલ પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાળકીનો મૃતદેહ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવી હતી. આ અંગે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગણતરીના કલાકમાં જ આરોપી ઈસ્માઈલને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસ સુરતની પોક્સો કોર્ટમાં ચલાવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ આરોપીને દોષિત જાહેર કરતાં સરકારી વકીલે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ ગણી ફાંસીની સજા આપવા માગ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં કપલેથા ગામમાં 27 ફેબ્રુઆરીના રોજ 23 વર્ષીય યુસુફ ઈસ્માઈલ નામના યુવકે બે વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત નરાધમે બાળકીના પેટ પર બચકા ભરીને ક્રુરતા આચરી હતી, ત્યારબાદ બાળકીની હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને માત્ર 11 દિવસમાં ચાર્જસીટ રજુ કરી હતી. અગાઉ સુરત પોક્સો સ્પેશિયલ કોર્ટે યુસુફ ઈસ્માઈલને બળાત્કાર અને હત્યના કેસમાં દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે સુરત પોક્સો સ્પેશિયલ કોર્ટ દ્વારા યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
બે વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે કુલ 431 પાનાંની ચાર્જસીટ કોર્ટમાં રજુ કરી હતી અને 85 દસ્તાવીજી પુરાવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસને આરોપીના મોબાઈલમાંથી 200થી વધુ બિભસ્ત ફોટો પણ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. સુરત પોક્સો કોર્ટે ગુનાના કામે 48 સાક્ષી તપસ્યા હતા. ત્યારબાદ આજે સુરત પોક્સો સ્પેશિયલ કોર્ટે યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે ગુનેગારને રૂપિયા 1000નો દંડ અને પીડિત પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








