Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadપત્નીને ઓફિસ બતાવા ગયો અને NIAના નકલી અધિકારીનો ભાંડો ફુટ્યો

પત્નીને ઓફિસ બતાવા ગયો અને NIAના નકલી અધિકારીનો ભાંડો ફુટ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Fake NIA Officer :ગુજરાતમાં નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે એકબાદ એક નકલી અધિકારીઓના પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાંથી (Ahmedabad) NIAનો નકલી અધિકારી પોલીસના હાથમાં આવ્યો છે. NIAનો નકલી અધિકારી (Fake Officer) પોતે NIAમાં નોકરી કરતો હોવાનું બતાવવા માટે તેની પત્નીને લઈને છારોડી સ્થીત NIAની ઓફિસએ આવ્યો હતો. જ્યાં તેણે NIAનું નકલી આઈકાર્ડ બતાવીને NIAની ઓફિસમાં પ્રવેશ કરતા ભાંડો ફુટ્યો હતો. સમગ્ર મામલે નકલી અધિકારીની ઓળખ આપવા બાબતે યુવક સામે પોલીસ (Sola High Court Police Station) ફરિયાદ નોંધાયી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મુળ અમરેલીનો અને હાલ ગાંધીનગરમાં માણસા તાલુકામાં રહેતો ગુંજન કાંતીયા પોતે NIA અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને તેની પત્નીને લઈને છારોડી સ્થીત NIAની કચેરીએ આવ્યો હતો. જ્યાં તેણે તેની પત્નીને ગાડીમાં બેસ હું ઓફિસમાં જઈને આવું છું તેમ કહીંને NIAની ઓફિસમાં ગયો હતો. જ્યાં તેણે આફિસના ગાર્ડને NIAનું આઈકાર્ડ બતાવ્યું હતું. જેમાં સબ ઈન્સેપક્ટર ડેપ્યુટેશનો હોદ્દો લખેલો હતો. જોકે યુવક શંકાસ્પદ લાગતા નકલી અધિકારીનો ભાંડો NIAની કચેરીમાં જ ફુટ્યો હતો.

- Advertisement -

ત્યાર બાદ NIAના નકલી અધિકારીની ઓળખ આપનાર ગુંજન કાંતીયાની ઝડપીને ગુજરાત ATSની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ કરતાં તેની પાસેથી કુલ ત્રણ નકલી આઈ કાર્ડ મળી આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અડર ટેકિંગ નેશનલ ઈન્વેશટીગેશન એજન્સી, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ & બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના નકલી આઈકાર્ડ મળી આવ્યા હતા. આ આઈકાર્ડનો ઉપયોગ જુદી-જુદી કચેરીમાં રોફ જમાવવા માટે અને સરકારી વિશ્રામ ગૃહમાં રોકવા માટે કરતો હોવાની કબુલાત ગુંજનએ કરી છે. આ આઈકાર્ડ ઓનલાઈન વેબસાઈટ મારફતે લોગો મેળવીને પોતાના કોમ્પ્યુટરમાં બનાવ્યા હતા. સમગ્ર બાબાતે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુંજન સામે IPC 170, 420, 465, 468, 471 કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ નકલી અધિકારીની ઓળખ આપીને રોફ જમાવતા PMOના નકલી અધિકારી કિરણ પટેલ, મંયક તિવાર, CMOના નકલી અધિકારી વિરાજ શાહ, નકલી IAS અધિકારી અવિનાશ પાંડેને પોલીસે ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે આજે વઘુ એક NIAના નકલી અધિકારી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular