Saturday, September 5, 2026
HomeGujaratSuratજૂઓ વીડિયો ટેન્કરે કારને અડધો કિલોમીટર ઢસડી, સુરતના પલસાણાની ઘટના

જૂઓ વીડિયો ટેન્કરે કારને અડધો કિલોમીટર ઢસડી, સુરતના પલસાણાની ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Accident Video Viral: રાજ્યમાં રોજબરોજ માર્ગ અકસ્માતના (Road Accident) બનાવ સામે આવતા હોય છે. ત્યારે આજે સુરતમાં (Surat) અકસ્માતનો એક એવો વીડિયો (Accident Video) સામે આવ્યો છે જે વીડિયો જોઈ તમારા રૂવાડા ઊભા થઈ જશે. જેમાં જોઈ શકાય છે કે સુરતમાં એક ટેન્કર ચાલકે કારને અડફેટે લીધા (Tanker and Car Accident) બાદ અડધો કિલોમીટર સુધી ઢસડી હતી. આ વીડિયો કારને ઢસડીને લઈ જતા ટ્રક પાછળ રહેલા એક વ્યક્તિએ બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. હચમચાવી મુકે તેવો આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતના પલસાણા (Palsana Accident Video) નજીકના નેશનલ હાઈવેનો હોવાનું સામે આવ્યું છે.

સુરતના પલસાણા હાઈવે પર બેફામ ચાલતા ટ્રક અને ટેન્કર ચાલકના અકસ્મતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સૌ પ્રથમ ટેન્કર ચાલકે એક બાઈકને અડફેટે લીધુ હતું. ત્યારબાદ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને ટક્કર મારી હતી. આ કાર ટેન્કરના આગળના ભાગે આડી આવી જતાં ટ્રક અડધો કિલોમીટર સુધી કારને ઢસડીને આગળ લઈ ગયો હતો. સમગ્ર બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

અકસ્માતનો વીડિયો વાયરલ થતા સુરત પોલીસ દ્વારા કાર ચાલક અને ટેન્કર ચાલકનો સંપર્ક કરીને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, ગત રવિવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પલસાણા નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પલસાણાથી કડોદરા બાજુના સર્વિસ રોડ પર ટેન્કર ચાલકે કારને અડફેટમાં લીધી હતી. અકસ્માત બાદ કાર ટેન્કરના આગળના ભાગે આડી થઈ જતાં અટવાઈ ગઈ હતી. જોકે ટેન્કર ચાલક દ્વારા બ્રેક માકવાનો પ્રયત્ન કરવામાં આવતા બ્રેક લાગી ન હતી. જેથી અંદાજીત અઢધા કિલોમીટર સુધી કાર ઢસડાઈ હતી. અંતે ટેન્કર ચાલકે ડિવાયડર પાસે દબાવી દેતા ટેન્કર થંભી ગયુ હતું. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને કારને નુકશાન થયું હતું. જોકે ટેન્કર ચાલક દ્વારા નુકશાનીના પૈસા ચૂકવવાની બાહેંધરી આપવામાં આવતા બંને વચ્ચે સમાધાન થયું હતું અને કાર ચાલકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

TAG: Surat Palsana incident, Surat Accident Video Viral, Surat Accident News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular