નવજીવન ન્યૂઝ.સુરતઃ ટ્રેનમાં મુસાફરી કરતા તે લોકોનો જીવ ત્યારે અધ્ધર થઈ ગયો જ્યારે શુક્રવારે સાંજે સુરત નજીક કિમ વિસ્તારમાંથી પસાર થતી વખતે તેજસ એક્સપ્રેસ પર પથ્થરમારો શરૂ થઈ ગયો. આ પથ્થરમારામાં ટ્રેનના કોચ અને કાચને નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. સાંજે પોણા 8 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. કેટલાક શખ્સો દ્વારા ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
વડોદરાના પીઆરઓ પ્રદીપ શર્માનું કહેવું છે કે, કેટલાક શખ્સોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેમાં કોચ સી 4 અને સી 6ની બારીઓનો નુકસાન થયું છે. કેટલાક મુસાફરો સમયસર નીચે નમી ગયા હતા. મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. કોસંબા રેલવે પોલીસે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી જેમાં સુરતથી ઉપડેલી તેજસ એક્સપ્રેસ પર પથ્થરો ધડાધડ પડવા લાગતા મુસાફરો ડરી ગયા હતા. મુસાફરોમાં ડરનો માહોલ હતો. ઘટનાની વધુ તપાસ થઈ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












