નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરત પોલીસના કર્મી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ કર્મી દ્વારા એક રેતીની ટ્રકને પકડવામાં આવી હતી. ત્યારબાદ ખાણખનીજ વિભાગને જાણ નહી કરવા માટે ટ્રક માલિક પાસેથી 2 લાંખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જોકે પોલીસ કર્મીએ 500નો મેમો આપીને 2 લાખની માગણી કરી હતી. ટ્રક માલિકે લાખોની લાંચ માગનાર પોલીસ કર્મીની શાન ઠેકાણે લાવવા એસીબીમાં જાણ કરવામાં આવતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં રંગેહાથ પૈસા લેતા ઝડપાઈ ચૂક્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી રેતી કપચીનો વેપાર કરે છે. ગત ૨૩ નવેમ્બરના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ રઈશ ગુલામ હુસેનએ ફરિયાદીનું રેતી ભરેલું ટ્રેકટર તાપી નદીમાંથી પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. ત્યાં ટ્રક માલિકને રૂબરુ બોલાવી સદર રેતી ભરેલા ટ્રેકટર બાબતે ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના તેમજ ટ્રેકટર છોડી દેવા માટે ૨ લાખની લાંચની માંગણી કરી હતી.
પોલીસ કર્મીએ રકઝકના અંતે ૧.૫ લાખ આપવાનું જણાવ્યું હતું અને ટ્રેક્ટરની ૫૦૦ રૂપિયા દંડની રસીદ આપી ટ્રેકટર છોડી આપ્યું હતું. પોલીસ કર્મીએ લાંચની રકમ થોડા દિવસ બાદ આપવા જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસ કર્મીએ ફરિયાદીની ઓફિસ પર જઈ નક્કી થયેલી રકમ ૧.૫ લાખ લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરીયાદના આધારે આજે ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સપેકટર આર.કે.સોલંકી દ્વારા લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મી રઈશ ગુલામ હુસેનએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારીને લાંચની રકમ લઈ ભાગી ગયો હતો. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાગી ગયેલો પોલીસ કર્મી આખરે ક્યારે એસીબીની પકડમાં આવશે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








