Tuesday, March 17, 2026
HomeGeneralબનાસકાંઠામાં ધુણતા ભૂવાને ભાન આવી, લાખોની કિંમતનો મુદ્દામાલ કર્યો પરત

બનાસકાંઠામાં ધુણતા ભૂવાને ભાન આવી, લાખોની કિંમતનો મુદ્દામાલ કર્યો પરત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ધાનેરાના ગોલા ગામમાં અંધશ્રદ્ધામાં એક પરિવાર લૂંટાયો હતો. 5 ભુવાઓએ વિધિના નામે 35 લાખ રોકડ અને 1.70 લાખની ચાંદી લઈને ફરાર ગયા હતા. 5 ભુવાઓએ પરિવારનું દુઃખ દુર કરવા માટે એક કરોડ રૂપિયા માગ્યા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરિવારે 35 લાખ રોકડ અને 1.70 લાખની ચાંદી ભૂવાઓને આપતા દરમિયાન વીડિયો ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આખરે ભૂવાને ભાન થતાં પીડિત પરિવારને રકમ પરત કરી હોવાનો અહેવાલ મળી રહ્યો છે.

આધુનિક સમયમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે જેના કારણે લેભાગુ તત્વોનો શિકાર બનતા હોય છે. સાબરકાંઠાના ગોલા ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધાનેરા પંથકના ગોલા ગામે રહેતા એક પરિવારને ભૂવાઓએ 82 વર્ષ પહેલા તમારા ઘરમાં માતા મૂકેલી છે, જેથી ચહેર માની બાધા રાખવી પડશે અને એક કરોડ જેટલો ખર્ચ થશે તો જ દુઃખ દૂર થશે, નહીંતર મોટું નુકશાન થશે. આ રીતે પરિવારને ડરાવી વિધિના બહાને 35 લાખની રોકડ અને ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

ભૂવાઓને પૈસા આપતો વીડિયો પરિવાર દ્વારા ઉતારી લેવામાં આવતા વીડિયો પોલીસ સમક્ષ રજૂ કરીને પીડિત પરીવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ ફરિયાદ બાદ વીડિયોમાં ધુણતો ભૂવો ભાનમાં આવ્યો છે. શંકર રબારી નામના ભૂવાએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. ઉપરાંત લાખોની પડાવેલી રકમ પણ પરત કરવામાં આવી હતી. ભૂવાએ 36 લાખ 10 હજાર રોકડ અને 1 લાખ 70 હજારની કિંમતના દાગીના પરત કરતા પીડિત પરિવારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular