Sunday, April 26, 2026
HomeGeneralસુરત: રિલ્સ વિડીયો બનાવવાના શોખીન યુવકનું રહસ્યમય મોત, જીવનનો અંતિમ વિડીયો બન્યો

સુરત: રિલ્સ વિડીયો બનાવવાના શોખીન યુવકનું રહસ્યમય મોત, જીવનનો અંતિમ વિડીયો બન્યો

- Advertisement -

નવજીવન ન્યુઝ.સુરત: સોશિયલ મીડિયામાં અત્યારે શોર્ટ વિડીયો બનાવવાનો ક્રેઝ યુવાનોમાં ચાલી રહ્યો છે. આવા વિડીયો બનાવવા માટે યુવાનો ઘણી વખત જીવ જોખમમાં નાખતા હોય છે જેના કારણે મોત પણ થયા હોવાના કિસ્સા રાજ્યમાં અગાઉ બન્યા છે. ત્યારે આજે સુરતમાં 19વર્ષીય યુવકનું વિડીયો બનાવટી વખતે રહસ્યમય મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.



પ્રાપ્ત માહિત અનુસાર, મૂળ પોરબંદરનો રહેવાસી પ્રથમ વાઘવાણી ધોરણ 9 બાદ અભ્યાસમાં મન ન લાગતાં અભ્યાસ છોડીને પિતા સાથે સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો. પ્રથમને ઇનસ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનો ખૂબ શોખ હતો. તે અવાર નવાર વિડીયો બનાવીને ઇનસ્ટાગ્રામમાં પોસ્ટ કરતો હતો. પ્રથમ માતા-પિતા, દાદી અને એક મોટાભાઈ સાથે પરિવારમાં રહેતો હતો. જો માત્ર 19 વર્ષીય પ્રથમના મોતના સમાચાર મળતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પ્રથમના મિત્રએ જણાવ્યુ હતું કે પ્રથમ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનો ખૂબ શોખીન હતો. અમે રવિવારે અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. તે દરમિયાન વિડીયો બનાવવા માટે મે ફોનનો કેમેરો શરૂ કર્યો અને પ્રથમ સામે જોતાં તે જમીન પર પડેલો હતો. મે નજીક જઈને જોયું તો પ્રથમ બેભાન હાલતમાં હતો. નજીકમાં પીસીઆર વાન ઊભી હતી તેમની મદદથી 108ને બોલાવવીને પ્રથમની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરના ઘણા પ્રયત્ન બાદ પણ પ્રથમે શ્વાસ છોડી દીધો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular