નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં જુદા-જુદા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલીક જગ્યાએ દુર્ઘટના પણ સર્જાઈ રહી છે. ત્યારે સુરતમા (Surat) જિલ્લામાંથી એક દુર્ઘટના સામે આવી છે, છત પર રમી રહેલા બે બાળકો પર વીજળી પડતા (Lightning strikes) એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બંને બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે એક બાળકને મૃત જાહેર કર્યુ હતુ. જ્યારે અન્ય બાળકીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. બાળકના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના પલસાણાના જોળવા ખાતે આવેલી નક્ષત્ર સોસાયટીમાં આજરોજ સવારે 9 વાગ્યાના આસપાસ વરસાદમાં બે બાળકો પોતાના ઘરની છત પર રમી રહ્યા હતા. ત્યારે વાદળોના કાડકા ભડકા સાથે વરસાદ વરસી રહ્યો હતો, તે દરમિયાન કમનસીબે વીજળી ધાબા પર રમી રહેલા બાળકો પર પડી હતી. જ્યાં નવ વર્ષનું બાળક પુખરાજ નેમીચંદ દાઝી જવાથી બેભાન થઈ ગયું હતું. જ્યારે તેની સાથે રમી રહેલી બાળકી જશોદાને પણ દાઝી જવાથી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો ધાબા પર દોડી આવ્યા હતા. બેભાન હાલતમાં પડેલા બાળક અને ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે 9 વર્ષીય બાળક પુખરાજને મૃત્ય જાહેર કર્યો હતો. જ્યારે બાળકી જશોદાને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
9 વર્ષના પુખરાજ નેમીચંદના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકના મૃત્યના સમાચાર સંભાળતા જ પરિવારનું હૈયાફાટ રૂદન હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન બન્યો હતો. જોકે જ્યારે પણ વીજળી કડાકા ભડકા સાથે વરસાદ થાય તો વીજળીના થાંભલા ઝાડ પાસે ઉભા ન રહેવું તેવું જણાવામાં આવે છે. પરંતુ બાળકોની વરસાદની મજા મોતની સજા સમાન બની હતી.
Tag: Surat News, Surat Live News Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








