નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: રાજ્યમાં રોજબરોજ આત્મહત્યાના પ્રયાસના બનાવો સામે આવી રહ્યા છે. જોકે ઘણાં કિસ્સામાં સમયચૂકતા દાખવતા આત્મહત્યા કરવા જતાં લોકોને રોકી પણ લેવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં (Surat) ગઈકાલ રાત્રે એક આધેડ આત્મહત્યા (middle-aged man suicide) કરવા જતાં પોલીસે જીવ બચાવ્યો (Police Save Life) હતો. શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનની (Surat Police) સામે આવેલા ઓવરબ્રિજ પરથી આધેડ જમ્પ લગાવવા જતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસે ફાયર વિભાગની મદદ લઈને રાત્રે અઢી વાગ્યે જીવન ટૂંકાવવા આવેલા આધેડનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશના પોલીસકર્મી ગઈકાલ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. રાત્રી અઢી વાગ્યાની આસપાસ પોલીસકર્મીઓ પેટ્રોલીંગ કરીને પોલીસ સ્ટેશન પર પરત ફરી રહ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશન નજીક આવેલા ઓવર બ્રિજ પર એખ આધેડ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસકર્મીઓનું ધ્યાન આત્મહત્યા કરી રહેલા આધેડ પર પડતાં સ્થળ પર દોડી આવ્યા હતા.
પોલીસકર્મી દ્વારા સમગ્ર બનાવ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા હતા. એક તરફ પોલીસકર્મી દ્વારા આધેડને આત્મહત્યા ન કરવાનું જણાવી રહ્યા હતા. જ્યારે બીજીબાજુ ફાયરના જવાનો સાથે અન્ય પોલીસકર્મી બ્રિજ નીચે નેટ લઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન આધેડે ઓવર બ્રિજ પરથી જમ્પ લગાવતા નેટ પણ પડ્યા હતા. પોલીસની સમયચૂકતાના કારણે આધેડનો જીવ બચી ગયો હતો. પરંતું આધેડને સામાન્ય ઈજાઓ થતાં 108ને જાણ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસને આધેડ પાસેથી કોઈ આધાર-પુરાવો ન મળતા આધેડની ઓળખ થઈ શકી ન હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








