નવજીવન ન્યૂઝ. જમુઈ: Bihar Serial Kisser: તમે સિરિયલ કિલર (Serial Killer)વિશે તો સાંભળ્યું હશે પણ સિરિયલ કિસર (Serial Kisser) વિશે નહીં સાંળ્યું હોય. પરંતુ બિહારમાં (Bihar) આવી જ ઘટના સામે આવી છે જેમાં યુવક મહિલાઓને કિસ કરી ભાગી જાય છે. બિહારની આ ઘટના કેમેરામાં કેદ થતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા હડકંપ મચી ગયો હતો. બાદમાં માહિતીઓ પણ મળવા લાગી કે બિહારમાં આ યુવક આ પ્રકારે અન્ય મહિલાઓને પણ જબરદસ્તી કિસનો શિકાર બનાવી ચૂક્યો છે.
દેશમાં મહિલાઓની છેડતીના કિસ્સાઓ લગભગ દરરોજ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. વળી કેટલીય ફરિયાદો તો હત્યા અને ભયાનક પાશ્વી બળાત્કારની પણ હોય છે. ત્યારે બિહારની એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જમુઈ ગામનો છે જેમાં જોઈ શકાય છે કે ફોન પર વાત કરી રહેલી મહિલાને અચાનક જ એક યુવક આવી બાહુપાશમાં જકડી લઈ જબરદસ્તી ચૂંબન કરવા લાગે છે. મહિલા આ યુવકથી બચવા પ્રયાસો પણ કરે છે અને ધક્કા પણ મારે છે છતાં પણ યુવક તેને છોડતો નથી અને બાદમાં તે સ્થળ પરથી નાસી જાય છે. આ ઘટના મામલે કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે બિહારનો આ યુવક આવું કૃત્ય અગાઉ પણ કેટલીક મહિલાઓ સાથે કરી ચૂક્યો છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગત શુક્રવારે બિહારના જમુઈમાં સ્થિત સદર હોસ્પટિલના પરિસરમાં એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. દરમિયાન ત્યાં એકલતાનો મોકો જોઈ એક યુવક ઘસી આવ્યો હતો. યુવકે મહિલાને પકડી લઈ કિસ કરવાનું શરૂ કરી દીધું હતું દરમિયાન મહિલા તેને દૂર ખસેડવા ધક્કા મારતી રહી પણ યુવક તેને છોડી રહ્યો ન હતો. બાદમાં યુવક મહિલાને છોડી નાસી જાય છે. આ ઘટનાના તમામ દૃષ્યો કેમેરામાં કેદ થતા જમુઈમાં સિરિયલ કિસરને લઈ હડકંપ મચી ગયો હતો.
આ ઘટના મામલે પીડિત મહિલા સ્વાસ્થ્યકર્મીએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાય માટે માગણી કરી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે જમુઈના ડી.સી.પી. ડૉ. રાકેશ કુમારે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, મારા ધ્યાને મામલો આવ્યો છે પોલીસ વહેલી તકે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરશે. આવી ઘટના ફરી ન બને માટે પોલીસ સક્રીય રીતે કામગીરી કરી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796