નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થતાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેના કારણે ઈલેક્શન કમિશનની ટીમ દ્વારા તમામ રાજકીય પક્ષ પર નજર રાખવામાં આવી રહી છે. તેવામાં સુરતમાંથી મોડી રાત્રે ફ્લાઈંગ સ્કોવ્ડની ટીમે ચેકીંગ દરમિયાન મોટી સંખ્યામાં રોકડ રકમ ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, આ કારના કાચ પર કોંગ્રેસ પક્ષનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું. પોલીસને આશંકા છે આ રોકડ ગુજરાતની ચૂંટણી માટે લાવવામાં આવી હોય શકે છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા નજીક આવેલા રંગરેજ ટાવર પાસે રાત્રી દરમિયાન ચેકિંગ કરી રહેલી ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કોડે એક કારમાંથી જંગી રોકડ રકમ ઝડપી પાડી હતી. મહારાષ્ટ્રમાં નોંધાયેલી ઈનોવા કારમાં ચેકિંગ કરતાં પોણા કરોડ જેટલી રોકડ રકમ મળી આવતા આ અંગેની જાણકારી પોલીસ અને આવકવેરા વિભાગને પણ કરવામાં આવી હતી.

75 લાખ રૂપિયાની રોકડ રકમ ફ્લાઈંગ સ્કોડને મળી આવતા પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ કારમાં સવાર બે લોકોની હાલ અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. અટકાયત કરાયેલા બે વ્યક્તિમાંથી એક સુરતના રાંદેર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કારના કાચ પર કોંગ્રસ પક્ષનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું. 75 લાખની રકમ મળી આવતા તંત્ર દ્વારા પૈસા ગણવાનું મશીન મંગાવીને નોટોની ખરાઈ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે કે, આ પૈસા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને આપવાના હતા. આ રોકડ રકમની તપાસમાં આવકવેરાની ટીમ પણ જોડાઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796