નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચાર પ્રસાર માટે તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ ગુજરાતની ભૂમી પર આવી રહ્યાં છે. આ વર્ષે તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આપ પાર્ટી છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં વિવાદમાં આવી રહી છે. આપ પાર્ટીએ તેમના જાણીતા ચહેરાને સુરતમાં ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેવામાં ગઈકાલે રાત્રે દિલ્હી અને પંજાબના CMના કાર્યક્રમ પહેલા હોબાળો મચ્યો હતો.
સુરતમાં આપના પ્રચાર માટે આવેલા CM કેજરીવાલ અને ભગવંત માન સભા ગજાવવાના હતા. જોકે સભા યોજાય તે પહેલા આપના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. સુરતના વરાછા વિસ્તારમાં CM કેજરીવાલના રોડ શો અને ત્યારબાદ સિંગણપુરમાં સભા આયોજન કરવામાં આવ્યું હતું. CM કેજરીવાલના આગમન પહેલા સભા યોજાવાની હતી તે વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા.
આપ દ્વારા લગાવામાં આવેલા બેનરોને SMCના કર્મચારીઓએ હટાવી દેતા આપના કાર્યકરો રોષે ભરાયા તંત્રના કર્મચારી સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે મામલો ગરમાતા પોલીસે વચ્ચે પડી હતી. પરંતું SMCના કર્મચારીઓને બેનર નીકાળતા પોલીસે ન રોકતા આપના કાર્યકરો પોલીસ પર ભડક્યા હતા. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના માહોલ પણ સર્જાયા હતા. જોકે આ મામલે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાય પણ કરી હતી. આ બનાવના પગલે લોકોની ભારે ભીડ એકત્રીત થઈ ગઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |
![]() |