નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ભાજપ ફરી એકવાર સત્તા મેળવવા PM મોદી સહીત દિગ્ગજ નેતાઓની ફૌજ ગુજરાતની ઘરતી પર આવી પહોંચી છે. ત્યારે આજે PM મોદી ગુજરાતમાં ચાર સભાઓ સંબોધવાના છે. મહેસાણાની 7 બેઠકની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધી હતી. તેમણે આજે મહેસાણામાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી સતત રાજ્યમાં સભાઓ ગજાવી રહ્યાં છે. ત્યારે આજે મહેસાણામાં સભા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા અને સુર્ય મંદિર આજે ચમકયું તે આપ સૌના આશિર્વાદથી શક્ય બન્યું છે. દેશની યુવા પેઢી ભાજપ તરફ વળી છે, ભાજપનો ધ્વજ લઇ આગળ વધી રહી છે. દેશને આવનાર 25 વર્ષમાં આગળ લઇ જવો હશે તો ભાજપની નીતી,રીતી અને રણનીતી જ કામ આવશે. મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનયરિંગ જેટલી કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમાં કોલેજો છે. મહેસાણા હવે સૈનિક સ્કુલ બનવાની છે. અંહી જે ગાડી બને છે તે જાપાનમાં વહેંચાય છે તે આ ઉત્તર ગુજરાતની ઘરતીની તાકાત છે.
PM મોદીએ કોંગ્રસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટી એટલે અરબો ખરબો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કોંગ્રસનું મોડલ એટલે પરિવારવાદ, કોંગ્રેસનું મોડલ એટલે વંશવાદ, કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ વોટબેંકનું રાજકારણ છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો, શહેરને ગામડા જોડે લડાવવા, અંદોર-અંદર લડાવી પછાત જ રાખવાનું કામ કર્યુ છે. આજના 20 વર્ષના જુવાનિયાઓને ખબર જ નથી કે આ ગુજરાતે કેવા દુષ્કાળના દિવસો વિતાવ્યા, આ એવી પેઢી છે જેને આજે વધતો જતો ગુજરાતનો પ્રભાવ દેખાઇ રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








