નવજીવન ન્યૂઝ. સુરતઃ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. સાથે જ ઈલેક્ટ્રીક વાહનો (Electric vehicles) પ્રત્યે લોકોમાં પ્રોતશાહન લાવવા માટે સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રીક વાહનો જોખમરૂપ સાબીત થતા જોવા મળી રહ્યા છે. કારણે કે અનેક જગ્યાએ ઈલેક્ટ્રીક વાહનામાં આગ લાગવાની અને બેટરી વિસ્ફોટ થવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં ઈલેક્ટ્રીક મોપેડ ચાલુ ન થતા તેની બેટરી કાઢીને કિરાણા સ્ટોરમાં મુકી દીધી હતી. જોકે દુકાનમાં બેટરી મુક્યા બાદ અચાનક જ બેટરીમાં ઘમારાભેર વિસ્ફોટ થયો હતો. જેના કારણે દુકાની આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિરાણા સ્ટોરમાં ધડાકા થતા સ્થાનિકોમા ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવ અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
કિરાણા સ્ટોરમાં બેટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દુકાનની વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ છે જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








