Friday, April 17, 2026
HomeInternationalબિલાવલ ભુટ્ટોની હત્યાની સોપારી, હત્યારાને ભાજપના આ નેતા આપશે બે કરોડ

બિલાવલ ભુટ્ટોની હત્યાની સોપારી, હત્યારાને ભાજપના આ નેતા આપશે બે કરોડ

- Advertisement -

નવાજીવન ન્યૂઝ. નવી દીલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના પીએમ મોદી પર કરવામાં આવેલા નિવેદને વિવાદ જગાવ્યો છે. ત્યારે નારાજ ભાજપના કાર્યકરોએ ભૂટ્ટોના પુતળા અને પોસ્ટર સળગાવી વિરોધ કર્યો હતો. એવામાં બાગપતમાં પણ ભાજપના સ્થાનિક નેતા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને બિલાવલ ભુટ્ટોનું ધડ અલગ કરનારને 2 કરોડનું ઈનામ જાહેર કર્યું હતુ.

પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી મોદી પર અભદ્ર ટિપ્પણી કરતા દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પ્રદર્શન થયા અને વિરોધનો અવાજ ઉઠ્યો હતો. ત્યારે હરિયાણાના બાગપતના ભાજપના નેતા મનુપાલ બંસલે બાગપત જિલ્લા કલેકટર કચેરી પાસે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મનુપાલ બંસલે જાહેરાત કરતા કહ્યું કે, હું જાહેરાત કરું છું કે હું બિલાવલ ભુટ્ટોના માથાને ધડથી અલગ કરશે તેને રૂપિયા 2 કરોડનું ઈનામ આપીશ.

- Advertisement -

બિલાવલ ભુટ્ટોની હત્યા માટે મનુપાલ બંસલે રૂપિયા 2 કરોડની જાહેરાત કરતા હાજર લોકોએ મનુપાલ બંસલ જિંદાબાઝના નારાથી જાહેરાતને વધાવી હતી. આ બાબતે બંસલે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને પોતાના નિવેદન બાબતે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, હા આ નિવેદન આજે મેં જ આપ્યું છે અને હું મારા નિવેદન પર કાયમ છું.

તેમણે જણાવ્યુ હતુ કે, જો તેમણે અમારા વડાપ્રધાન બાબતે એવી વાતો કહી રહ્યા છે, જેમનું અમે ખૂબ સન્માન કરીએ છીએ, તો અમે એવા વ્યક્તિને સહન નહીં કરીએ. અમને પોતાના વડાપ્રધાન સાથે ખુબ લગાવ છે અને જો અમને તેમના માટે કંઇક કરવું પડે તો અમને કોઇ પરેશાની નહીં થાય. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા બાદ બિલાવલ ભુટ્ટોએ આપત્તિજનક નિવેદન આપ્યું હતું.

ત્યારબાદ ભારતે શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, એવી ટીપ્પણીઓ પાકિસ્તાનનું નીચલું સ્તર દેખાડે છે અને આ ટીપ્પણી પાકિસ્તાન માટે પણ એક નવું નીચલું સ્તર છે.

- Advertisement -

ન્યૂયોર્કમાં બિલાવલ ભુટ્ટોની ટિપ્પણી પર વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાંઆ આવ્યું છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રીની નિરાશા તેના પોતાના દેશમાં આતંકવાદી માસ્ટરમાઇન્ડો તરફથી નિર્દેશિત થશે, જેમણે આતંકવાદને પોતાની રાજ્ય નીતિનો હિસ્સો બનાવી લીધો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular