નવજીવન ન્યુઝ. સુરત:સાયણ ગામે પરિવાર સાથે રહેતા પરપ્રાંતીય યુવાનને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા રૂપિયાની ખોટી માંગણી કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોય. ત્યારે સાસરિયાઓના ત્રાસે નાસીપાસ થઈને યુવકે આત્મહત્યા કરવા માટે કોણ કોણ અને કેમ જવાબદાર છે તેમના નામ જોગ એક વિડીયો બનાવી વાઇરલ કરી ટ્રેન નીચે પડતું મૂકવાની ઘટનામાં ઓલપાડ પોલીસે મરનારની પત્ની અને સાસરિયાઓ વિરુદ્ધ દુષ્પરેણા બદલ ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે આવેલ લક્ષ્મીવિલાસ એપાર્ટમેંટ રાંદલ માતા મંદિર પાછળ, સાયણ મૂળ રહે ગામ કોનાટી તા.શિંડખેદરાજ જી. બુલઠા મહારાસ્ટ્રના ત્રંબાક કેશવ વાયળ પરિવાર સાથે રહેતો આવેલો હોય. ત્યારે ત્રંબકના સાસરિયાંઓ પણ લક્ષ્મીવિલાસ એપાર્ટમેંટ રાંદલ માતા મંદિર પાછળ, સાયણ ખાતેજ રહેતા હોય. ત્રંબક ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો આવ્યો હોય ત્યારે તેના એપાર્ટમેંટ માં રહેતા સાસુ, સસરા અને સાળી ઓ લાંબા સેમીથી મોટી રોડ રકમની માંગણી કરવા સાથે આ બાબતે જગડો કરતાં આવેલા. ત્યારે સાસરિયાઓ દ્વારા રૂપિયાની માંગણી કરી ત્રાસ આપવાની બાબતે ત્રંબક દ્વારા તેના મોટાભાઇ સમાધાન ને કરી હતી.
ત્યારે પત્ની અને સાસરિયાઓના ત્રાસે કંટારી જઈને ત્રંબક વાયળ આત્મહત્યા કરવાનો નિર્ણય કરીને 19 ફેબ્રુવારીને સવારે ઘરે એકલો હોય તેણે પોતાના મોબાઈલ ફોનમાં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો અને તેમાં તેની પત્ની સરલા તેનો સસરો વિઠુબા નામદેવ તથા સાસુ યાસોડા અને સાળી વૈશાલી અને પૂનમના નામનો ઉલ્લેખ કરી તેઓના ત્રાસથી આપઘાત કરવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. આમ ત્રંબકે બનાવેલો વિડીયો તેના મોટાભાઈને વોટ્સએપ કરવા સાથે વાઇરલ કરીને ગણતરીની મિનિટોમાં સાયણ રેલ્વે સ્ટેશન ખાતે જઈને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ત્રંબકે મોટાભાઈને મોકલેલો વિડીયો તેઓ જોતાની સાથે જ તેના મોબાઈલ પર ફોન કરી સંપર્ક કરવાની કોસીસ કરતાં તેનો ફોન રેલ્વે પોલીસે ઉઠાવી ત્રંબકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાની ખબર આપી હતી. ત્યારે આપઘાત કરવાની ઘટનામાં કોસંબા પોલીસે ફરિયાદ નોધ્યા બાદ 306 મુજબના ગુનાના કામે ઓલપાડ પોલસ સ્ટેસનને ફરિયાદ ટ્રાન્સફર કરતા ઓલપાડ પોલીસે ત્રંબાકની પત્ની સરલા તેનો સસરો વિઠુબા નામદેવ તથા સાસુ યાસોડા અને સાળી વૈશાલી અને પૂનમ વિરુદ્ધ આત્મહત્યા ની દુષ્પરેણા આપવા બદલનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
પત્ની અને સાસરિયાઓના ત્રાસથી જમાઈએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો #Surat pic.twitter.com/qSQM95Zrr9
— Navajivan News (@NavajivanNews) March 26, 2022
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |











