નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં જ પોલીસ કમિશનર આદેશથી 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વગર હેલ્મેટ અને સીટ-બેલ્ટ વગર વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નિયમ ભંગ કરનારા અનેક લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. પરતું પોલીસકર્મી જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તેનું શું? આવી અનેક ચર્ચાઓ ઉઠતાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલમેટ પહેર્યા વિના વાહન ચલાવતા પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશ અનુસાર, પોલીસ અધિકારી-કર્મીઓ પોતાની ફરજ દરમિયાન આવતાં-જતાં હેલમેટ પહેર્યા વગર કાયદાનો ભંગ કરતાં હોવાનું ધ્યાને આવ્યું છે, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત અમલ કરવા માટે 26 માર્ચથી 1 એપ્રિલ સાત દિવસ સુધી ખાસ ઝુંબેશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન નિયમ ભંગ કરનારા કર્મચારી પાસેથી દંડ વસૂલવામાં આવશે ઉપરાંત ઉપરી અધિકારીઓ દ્વારા આ પોલીસ કર્મીઓ સામે શિસ્ત વિરુદ્ધના પગલાં લેવાનો પણ રીપોર્ટ કરવાનો રહેશે.
ઝુંબેશ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર, પોલીસ કમિશનર કચેરી અને તમામ પોલીસ અધિકારીની કચેરીમાં આવતા-જતા પોલીસ કર્મીઓ કાયદાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કેસ કરવાની સૂચના આપવામાંછે.
![]() |
![]() |
![]() |











