Wednesday, September 9, 2026
HomeGeneralVIDEO: 'કાળજા કેરો કટકો' હર્ષ સંઘવી રડી પડ્યા, ગ્રીષ્માના પરિવારના પણ આંસુ...

VIDEO: ‘કાળજા કેરો કટકો’ હર્ષ સંઘવી રડી પડ્યા, ગ્રીષ્માના પરિવારના પણ આંસુ લુછ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: ગ્રીષ્મા હત્યા કેસ કે જેનો અત્યંત ક્રૂર હત્યાનો વીડિયો લગભગ આખા ગુજરાતે જોયો અને જોયા પછી આ દીકરીના ન્યાયની ઝંખના કરી, આ લોકો પૈકીના એક આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા. હત્યાની ઘટના બની ત્યારે હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પિતા સહિત તમામ પરિવારને ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું, આજે જ્યારે કેસમાં ફેનિલને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે ત્યારે ગ્રીષ્માના પરિવાર દ્વારા આ કેસ સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સહિત તમામનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા. તેઓએ આ દરમિયાન પરિવારજનોના આંસુ લૂછ્યા હતા પરંતુ જ્યારે અહીં કાળજા કેરો કટકો ગીત વાગ્યું ત્યારે તેમના પણ આંસુ છલકાઈ આવ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે અહીં દર્શાવાયો છે.



સુરતની ગ્રીષ્મા વેકરીયાની તેના પ્રેમી ફેનિલ દ્વારા સરાજાહેર ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જે તે સમયે લોકોએ આ દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માગ કરી હતી. તંત્રએ પણ આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તમામ પાસા તપાસ્યા બાદ ગુરુવારે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા હુકમ કર્યો હતો.

કોર્ટ દ્વારા દીકરીને અપાયેલો ન્યાય ગ્રાહ્ય રાખતાં ગ્રીષ્માના પરિવારજનોએ રામધુન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોતાના અન્ય કાર્યક્રમોને પડતા મૂકી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ગ્રીષ્માને શ્રધ્ધાંજલી આપી અને તેના પરિવારજનો તેમને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ તેમના આંસુ લૂછ્યા હતા. આ દરમિયાન ત્યાં કાળજા કેરો કટકો મારો ગીત વાગતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પણ આંસુ છલકાઈ ગયા હતા. તેમણે અન્યોને પાણી પીવડાવી સાંત્વના પણ આપી હતી જેનો વીડિયો અહીં દર્શાવાયો છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular