Wednesday, September 9, 2026
HomeGeneralપિતાએ સ્થાપેલી સંસ્થામા પુત્રને અન્યાય, પૂત્રએ મુખ્યમંત્રી પાસે ન્યાય માંગ્યો

પિતાએ સ્થાપેલી સંસ્થામા પુત્રને અન્યાય, પૂત્રએ મુખ્યમંત્રી પાસે ન્યાય માંગ્યો

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): સ્વ.રત્નસિંહજી મહીડાએ સ્થાપેલી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બી.એસ.સી ફર્સ્ટ કલાસ થયેલા તેમના પુત્ર મહારાજસિંહ મહીડાને ટ્યુટર/ડેમોસ્ટ્રેટર તરીકે 1970 માં નોકરી મળી હતી. મહારાજસિંહ મહીડાના જણાવ્યા મુજબ 1968 પેહલા “વિજ્ઞાન વિદ્યાશાખા” ની કોલેજમાં ટ્યુટર/ડેમોસ્ટ્રેટરની નિમણુંક અને વ્યાખ્યાતાની નિમણુંક માટેની લઘુતમ લાયકાત બી.એસ.સી ફર્સ્ટ કલાસ અથવા તેથી વધુ એમ.એસ.સી હતી. સરકારના પરિપત્ર મુજબ હું 700ના પગાર સ્કેલ પર પહોંચ્યો હોવા છતાં મને વ્યાખ્યાતા બનાવ્યો નથી. છેક 1986થી કોલેજોમાં યુ.જી.સી દ્વારા મળતું વ્યાખ્યાતાઓનું પગાર ધોરણ પણ મને મળ્યું નથી.



અગાઉ આ મામલે ઘણી વખત અને હાલમા પણ જરૂરી દસ્તાવેજો મોકલી આપવા ગુજરાત ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને લેખિતમાં કહેવામાં આવ્યું છે. છતાં કોલેજના સત્તાધિશોના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે મહારાજસિંહ મહીડાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોલેજના પ્રિન્સીપાલ વિરૂદ્ધ રજુઆત કરી છે અને જણાવ્યું છે કે વર્ષોથી નિષ્ઠા પૂર્વક નોકરી કરી હોવા છતાં મને મારા જ હકનો પગાર મેળવવા જેહમત ઉઠાવવી પડે છે. હું 2010 માં રીટાયર્ડ થયો છતાં મને મળવું જોઈએ એટલું પેન્શન મળતું નથી. કોલેજના પ્રિન્સીપાલ મને પગાર વિસંગતતા બાબતે ખૂબ હેરાન કરી રહ્યા છે. મારી વધતી ઉંમર મને હવે સાથ નથી આપતી. મે ખૂબ ધક્કાઓ ખાધા પણ પ્રિન્સિપાલ મારી સર્વિસ બુક ગાંધીનગર મોકલતા નથી કે નથી અન્ય કોઈ પ્રોસેસ કરતા.

તો આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે રસ લઈ નિયમ મુજબ કાર્યવાહી કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા આદેશ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે વ્યાખ્યાતાની યોગ્યતા ધરાવતા હોવા છતાં જે તે સમયે કોલેજ પ્રસાશને સરકારમાં યોગ્ય દરખાસ્ત કેમ ન કરી અને કોના ઈશારે ન કરી એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે અને હાલમાં પણ કોના ઈશારે કોઈ કાર્યવાહી થતી નથી?



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular