Saturday, May 2, 2026
HomeGujaratસુરત: છુટાછેડા લેવા માટે પતિએ પત્નીની સોપારી આપી ફાયરિંગ કરાવ્યુ

સુરત: છુટાછેડા લેવા માટે પતિએ પત્નીની સોપારી આપી ફાયરિંગ કરાવ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં તાજેતરમાં એક મહિલા પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. જો કે ફાયરિંગ બીજા કોઈ નહીં પણ તેના જ પતિએ કરાયુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પત્ની છુટાછેડા નહીં આપતી હોવાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આર્મીમેન પતિની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગત અનુસાર, માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં ગત 12 તારીખે મહિલા દવાખાનાથી ઘરે આવતી હતી તે દરમિયાન સીઆરપીએફ જવાનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવીને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ બીજા કોઈ નહીં પણ પોતાના જ પતિએ કરાવ્યુ હતું. મહિલાનો પતિ જોડે છુટાછેડા બાબતે ઝઘડો ચાલતો હતો તે અદાવતમાં પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે ફાયરિંગ કરનારા બંનેની ધરપકડ કર્યા બાદ નંદા મોરેના પતિ વિનોદ મોરેની મહારાષ્ટ્ર નાંદેડથી ધરપકડ કરવામાં આવી છે.


- Advertisement -

પત્ની નંદા પતિ વિરુદ્ધ કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો હતો. પતિ પત્નીથી ડિવોર્સ ઇચ્છતો હતો. પરંતુ તે ડિવોર્સ આપતી ન હતી. જેથી પતિએ કંટાળીને તેના ગામમાં રહેતા મિત્ર રવિન્દ્રને પત્નીને મારવા માટે સોપારી આપી હતી. ઉપરાંત પિસ્તોલ અને છ રાઉન્ડ કાર્ટિઝ પણ લાવી આપી હતી. રવિન્દ્ર જવાનની પત્નીની હત્યા કરવા મહારાષ્ટ્રથી બેવાર સુરત આવ્યો હતો. આ કામ માટે પતિએ બંને શૂટરોને ગુગલ પેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular