નવજીવન ન્યૂઝ. સુરત: Drug Alert : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ (Food Safety Department) દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા સુરતના (Surat) અલગ અલગ મેડિકલ સ્ટોરમાં દરોડા પડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા મેડિકલ સ્ટોરમાં દવાના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ (Drug Samples failed) આવ્યા છે. આ મેડિકલ સ્ટોરના સંચાલકો સામે હાલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છેલ્લા થોડા દિવસથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગની ટીમ હરક્તમાં આવી છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતા એક બાદ એક એકમો સામે તવાઈ બોલાવી રહી છે. પનીર, મરીમસાલા, બરફના ગોળા, પીઝા બાદ હવે કોર્પોરેશન દ્ઘારા મેડિકલ સ્ટોર પર જઈ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યાં શહેરના શાહપોર ખાતે આવેલી આશિષ મેડિકલ, મગોબની જયઅંબે કેમિસ્ટ મેડિકલ, બામરોલીની એચ. એસ. કેમિસ્ટ મેડિકલના સ્ટોર પર વેચાતી દવાઓની ચકાસણી હાથધરવામાં આવી હતી. જેમાં પ્રોટીન અને વિટામીનની દવાઓ લેબમાં મોકલવામાં આવતા તમામ દવાઓના સેમ્પલ ફેલ થયા હોવાનું રિપોર્ટ સામે આવ્યું છે. એટલે કે નકલી દવાઓ વેચાતી હોવાને પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે જવાબદાર મેડિકલ સંચાલકો સામે કાર્યવાહી હાથધરી છે અને સ્ટોરમાં રાખેલી નકલી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભેળસેળ યુક્ત વસ્તુઓ લોકોને વેચવાનો રાફડો ફાટ્યો છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં વિક્રતાઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી તેમના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે. હવે લોકોએ દવા લેતા પણ વિચાર કરવું પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. હજુ કેટલાક લોકો ભેળસેળવાળી હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચી લોકોના સ્વાસ્થયને છેંતરી રહ્યા છે, એટલે હવે કઈ પણ ખરીદતા પહેલા સાવધાન રહો નહીં તો તમે પણ બની શકો છો બીમારીના ભોગ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








