નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : દેશમાં અને ગુજરાતમાં લગ્નની લાલચ આપી યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. વ્યક્તિ એક સ્ત્રી જાત સાથે આવું હીન કૃત્ય કરવાનું વિચારી કેવી રીતે શકે તે સમાજ માટે એક યક્ષ પ્રશ્ન છે. યુવતીઓને ફસાવી પૈસા પડાવવા તથા દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપવો રોજબરોજની વાત બની છે, ત્યારે સુરતમાં (Surat) એક યુવકે લગ્નની લાલચ આપી 14 લાખ પડાવ્યા સાથે જ યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના અમરોલીના કોસાડ ગામમાં રહેતા ઈમરાન સિંધી નામના યુવકે પોતાની સાથે શાળામાં અભ્યાસ કરતી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ કરવાની વાત સામે આવી છે. આરોપી ઈમરાન સિંધી અને યુવતી કોસાડ ગામમાં એક ફળિયામાં રહેતા હતા અને શાળામાં પણ સાથે જ અભ્યાસ કરતા હતા. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.
પીડિતાએ પોતાની માતાનું ATM કાર્ડ પણ આરોપી ઈમરાનને આપી રાખ્યું હતું. આરોપી અવાર-નવાર પીડિતાની માતાના ATM કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપીએ ATM કાર્ડથી 14 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની વાત પણ સામે આવી છે. 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે (Surat Police) આરોપીને બાડમેરથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી ઈમરાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tag : Surat Crime News in Gujarati
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796