નવજીવન ન્યૂઝ. ગ્વાલિયર: દેશભરમાં કોઈને કોઈ કારણોસર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. મિત્ર મિત્રની હત્યા કરે, ભાઈ ભાઈની હત્યા કરે, પિતા દ્વારા પણ પુત્રની હત્યા કરવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ એક જનેતા જે પોતાના કાળજાના ટુકડાને નવ મહિના પોતાના પેટમાં રાખી જન્મ આપનાર માતા જ જ્યારે દીકરાની હત્યા કરી નાખે તે કાળજું કંપાવનારી ઘટના છે. એક મા જ એવી યોદ્ધા છે, જે પોતાના વહાલસોયા પર આવતી તમામ મુશ્કેલીઓ સામે હિમાલયની જેમ અડગ ઊભી રહે છે. પોતાના અનૈતિક સબંધો (Extra Marital Affair) છુપાવવા પોતાના ત્રણ વર્ષના માસૂમને મોતને ઘાટ ઉતારનારી માતા સામે સ્વાભાવિક રીતે જ ધિક્કાર ઉદભવે તેવી એક ઘટના મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં (Gwalior) બની છે.
મળતી માહિતી મજબ, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહની પત્ની જ્યોતિ રાઠોડને ઉદય ઇન્દોલિયા સાથે અનૈતિક સબંધો હતા. ઉદયસિંહ અને જ્યોતિ રંગરેલીયા મનાવવા અવાર નવાર એકાંત જગ્યાએ મળતા હતા. એક દિવસ ઉદયસિંહ દ્વારા પોતાની પ્લાસ્ટકની દુકાનનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં કોન્સટેબલ ધ્યાનસિંહ અને પત્ની જ્યોતિ પોતાના પુત્ર સાથે ઉદઘાટન કાર્યક્રમમાં ગયા હતા. ઉદય અને જ્યોતિ કાર્યક્રમમાં આવેલા બીજા લોકોથી છુપાઈને ઉદયના ઘરની છત પર ગયા હતા. માસૂમ સની ઉર્ફે જતીન પણ બાળસહજ રીતે તેની માતાની પાછળ ગયો હતો. જ્યોતિ ઉદયની બાહોમાં સમાયેલી હતી. પુત્ર સની અચાનક આવી જતાં તથા પોતાને ઉદયની સાથે આ પ્રકારે જોઈ જતાં જ્યોતિ ગભરાઈ ગઈ હતી. સની કોઈને આ વાત જણાવી દેશે એવા ભયથી જ્યોતિએ પોતાના સગા દીકરાને ત્રીજા માળેથી ધક્કો મારી દીધો હતો. ત્રીજે માળેથી પટકાતાં સની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને લોહીલુહાણ થઈ ગયો હતો. તેને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવા સુધીમાં સનીએ આ દુનિયાને અલવિદા કરી ગયો હતો.
ધ્યાનસિંહ પણ આ ઘટનાને અકસ્માત સમજી પોતાના મનને મનાવી રહ્યો હતો. પણ પોતાના ત્રણ વર્ષના માસૂમ દીકરાને મોતના મુખમાં ધકેલી દેનાર માતાને નીંદર કેવી રીતે આવી શકે? અવાર નવાર દીકરાની હત્યાના સપના આવતા જ્યોતિ ડરી ગઈ હતી. જ્યોતિ પોતાની જ કરતૂત પર શરમ અનુભવી રહી હતી. જ્યોતિએ પોતાના પતિ ધ્યાનસિંહને જાણી જોઈને પુત્રને મારી નાખવાની વાત કરી હતી. પત્નીએ કરેલી પુત્રની હત્યાથી પિતા પણ ચોંકી ગયા. તેઓએ જ્યોતિએ કરેલી સનીની હત્યાની વાત મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી અને પોલીસ સ્ટેશન જઈ બનાવની વિગત જણાવી પત્ની વિરુધ્ધ હત્યા મુજબની ફરિયાદ નોંધાવી હતી. પતિ ધ્યાનસિંહની ફરિયાદને આધારે પોલીસે જ્યોતિ સામે હત્યા મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે જ્યોતિના પ્રેમી ઉદયની પણ અટકાટત કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








