Thursday, April 16, 2026
HomeGeneralઆ છે કામની ધગશઃ સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી માતા બન્યાના...

આ છે કામની ધગશઃ સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી માતા બન્યાના દોઢ જ મહિનામાં ડ્યૂટી પર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ સામાન્યતઃ ગમતું કામ કરવા અને તેના માટેની સતત તત્પર રહેવું તેવું જવલ્લે જ જોવા મળે છે. સુરતના ડીસીપીએ બાળકને જન્મ આપ્યાના દોઢ જ મહિનામાં ડ્યૂટી શરૂ કરી દીધી છે. અહીં તેમના ગમતા કામ સાથે તેમની કામ પ્રત્યેની ધગશ પણ જોવા મળે છે. મહિલા જ્યારે માતા બને ત્યાર પછી ઘણો લાંબો સમય તેને આરામ અને દેખરેખની જરૂર હોય છે. જોકે સ્ત્રીને આપણે ત્યાં શક્તિ પણ કહેવાય છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પહેલી વખત ડીસીપી તરીકેનો પદભાર મહિલા અધિકારીને સોંપવામાં આવ્યો છે. રૂપલ સોલંકી એ જ મહિલા ડીસીપી છે, જોકે રૂપલ સોલંકી મહિલા પોલીસ અધિકારી હોવાની સાથે સાથે એક સંતાનની હવે માતા પણ છે. ફેબ્રુઆરીમાં તેમણે પુત્રને જન્મ આપ્યો જોકે પ્રસુતીના દોઢેક મહિનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી તરીકેની બદલી મળી અને તેઓએ આ ડ્યૂટી પર હાજરી પણ આપી દીધી.


- Advertisement -

પ્રસુતિના દોઢ જ મહિલાનમાં તેમણે આટલી મોટી જવાબદારી સંભાળી લીધી છે. તેઓ માતા તો છે જ પરંતુ તે સાથે સાથે એક જવાબદારી ભર્યું પદ પણ તેમને સંભાળવાનું છે. લોકોની સેવા સુરક્ષામાં તેમને વિલંબ કરવા કરતાં ડ્યૂટી જોઈન કરી લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ સંદર્ભે કહ્યું કે, પોલીસ વિભાગમાં મહિલા અને પુરુષ એવો કોઈ ભેદભાવ હોય નહીં. જે જવાબદારી મળે તે સ્વીકારી જ લેવાની હોય અને પહેલી વખત મને કે કોઈ મહિલાને અહીં ડીસીપી તરીકેનો પદભાર મળ્યો છે. હું આ નવી જવાબદારીને લઈને ખુબ ઉત્સાહીત છું. તેમનો પ્રયત્ન રહેશે કે તેઓ સુરતમાંથી મહિલાઓ સામેનો અત્યાચાર ઓછો કરે, જે માટે તેઓ સુરત પોલીસની શી ટીમ સાથે પણ કામ કરશે.

એક બીજી બાબત એ પણ છે કે, તેઓ બોક્સર મેરી કોમથી ઘણા પ્રેરિત છે, તેમનું કહેવું છે કે, મેરિકોમ પોતાના જીવન દરમિયાન પોતાના બે જોડિયા બાળકોને સાથે રાખી કોચ પાસે તલીમ લેતા અને આગળ વધ્યા હતા. તેમ હવે તે પણ સંતાન અને ડીસીપી તરીકે ક્રાઈમ બ્રાન્ચ સુરતની નવી જવાબદારીને સાથે સંભાળશે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular