Thursday, August 27, 2026
HomeGeneralસુરત: સ્કૂલ-કોલેજો પાસે અડ્ડો જમાવીને બેસતા યુવકો સામે પોલીસની કાર્યવાહી

સુરત: સ્કૂલ-કોલેજો પાસે અડ્ડો જમાવીને બેસતા યુવકો સામે પોલીસની કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરતમાં પોલીસ કમિશનરે મહિલા સુરક્ષાને ધ્યાનમાં લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સુરતની સ્કૂલો-કોલેજો, ટ્યુશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલથી 50 મીટર સુધીના દાયરામાં કોઈપણ યુવકોને ચોક્કસ કારણ વગર બેસવા કે ઊભા રહેવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જેને લઈને શુક્રવારે પોલીસે આવી જગ્યાએ જઈને અડ્ડો જમાવીને બેસતા યુવકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.



સુરતમાં સ્કૂલો-કોલેજો, ટ્યુશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલથી 50 મીટર સુધીના દાયરામાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં લઈને કારણ વગર બેસી રહેતા યુવકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અઠવા, ઉમરા, પાંડેસરા, રાંદેર, અમરોલી, ખટોદરા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



પોલીસે જાહેરનામા ભંગ હેઠળ 37 યુવકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી હતી. પકડાયેલા યુવકો બહાનાબાજી કરીને પોલીસથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો. યુવકોએ કામ માટે આવ્યા હોવાનું કહ્યું તો બીજા કેટલાક યુવાનોએ ચા નાસ્તો કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસે કોઈ પણ બહાના સ્વીકાર્યા વગર એક પણ યુવકને છોડ્યો ન હતો અને તમામ સામે કાર્યવાહી હાથધરી હતી. પોલીસે સ્કેટ કોલેજ પાસે 2, ભીડભજન સ્કૂલ પાસે 2, કે.પી. કોમર્સ કોલેજ 10, એમટીબી કોલેજ પાસે 2, દેવકી નંદન સ્કુલ પાસે 3, ઓમ કોમ્પ્લેક્ષ પાસે 2, નવયુગ કોલેજ-સ્કૂલ પાસે 4, RV પટેલ કોલેજ પાસે 4, જીવનભારતી સ્કૂલ પાસે 2, RD કોન્ટ્રાકટર પાસે 1, ભટાર વિદ્યાભારતી સ્કૂલ પાસે 2, ભગવાન મહાવીર કોલેજ પાસે 2 યુવકોની સામે જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular