વિનય સોંલકી(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દારૂના વ્યસનને કારણે જીંદગીનું પતન કેવી રીતે થાય છે, તે વાત તો સુરતના નીલેશ જરીવાલાને સમજાઈ હતી, દારૂના વ્યસનને કારણે પત્ની છોડી જતી રહી અને સગી માતાએ કહ્યુ તુ મરી જઈશ તો પંદર દિવસ રડી લઈશ નિલેશ કહે છે, હું એવા દલદલમાં ફસાઈ ગયો હતો કે બહાર નિકળી શકતો ન્હોતો, મેં મારૂ સામાજીક માન ગુમાવી દીધુ હતુ, લોકો મને જોતા અને ઘરનો દરવાજો બંધ કરી દેતા હતા મારે દારૂ છોડવો હતો પણ દારૂ મને છોડતો ન્હોતો ગુજરાત નશાબંધી મંડળના ઉપક્રમે સુરતમાં કાર્યરત પરિવર્તન વ્યસન મુકિસ કેન્દ્રમાં નીલેશ પહોંચ્યો અને 21 દિવસ સુધી તેણે સારવાર લીધી, ડૉકટરો અને મનોચીકીત્સકની મદદ મળી અને નીલેશ દારૂના વ્યસનમાંથી મુકત થયો હતો, આ ઘટના શબ્દોમાં સમજવા કરતા નીલેશ જરીવાલાના શબ્દોમાં સાંભળી જરૂરી છે,. જુઓ વિડીયો
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












